Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુનિ ભગવંતો, સાધ્વીજીઓ અને આદીઠાણાના ચાતુર્માસ પૂૃણ થતાં
જામનગર તા. ૧૮: આચાર્ય ભક્તિસુરીશ્વરજી સમુદાયના મુનિ હેમંતવિજયજી, મુનિ દેવરક્ષિત મહારાજ, સાધ્વી મોક્ષાનંદાશ્રીજી, પ્રશમધર્માશ્રીજી મહારાજ અને આદીઠાણાનું ચાતુર્માસ રોકાણ પૂર્ણ થતાં વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં ચાંદીબજાર નજીક આવેલ જ્યોતિ-વિનોદ ઉપાશ્રયની જૈન પાઠશાળા હોલમાં પટ જુહારવાની ક્રિયા કરવામાં આવી હતી. ત્યારપછી વાજતે-ગાજતે આદીઠાણા, મુનિજનો તપગચ્છ જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ વસા, ટ્રસ્ટી પિયુષભાઈ પારેખ અને શ્રાવક-શ્રાવીકાઓ ચાંદીબજાર ચોકના ચાર દેરાસરની પ્રદક્ષિણા કરીને સજુબા કન્યા શાળા તથા બેડીગેઈટ થઈને પંચેશ્વર ટાવર રોડ પર આવેલા અજીતનાથ રેસીડેન્સી-૨માં પહોંચ્યા હતાં જ્યાં મુનિ મહારાજોનું પ્રવચન યોજાયું હતું.
ગ્રેઈન માર્કેટ નજીકની સંઘની અમૃતવાડીમાં સવારથી સાંજ સુધી શંત્રુજ્ય પટ્ટના દર્શન યોજાયા હતાં. આ દરમિયાન નવાણું પ્રકારી પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી મુનિ ભગવંતોએ તા. ૧૬ થી વિહાર શરૂ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial