Advertisement
Author: નોબત સમાચાર

પતિના નિધન પછી સતત ચિંતા અનુભવતા મહિલાએ ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યંુ જીવતર

ભંંડારીયા ગામમાં યુવાનનો અકળ કારણથી ગળાટંૂપોઃ

જામનગર તા. ૧૮: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના પતિનું પાંચેક મહિના પહેલાં અવસાન થયા પછી સતત ચિંતા અનુભવતા આ મહિલાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. જ્યારે ખંભાળિયાના ભંડારીયા ગામમાં શનિવારે એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી રામવાડી સ્થિત શેરી નં.૩માં રહેતા ચેતનાબેન હીતેશગીરી ગોસાઈ (ઉ.વ.૪૩) નામના મહિલાના પતિ હિતેશગીરીનું પાંચેક મહિના પહેલા અવસાન થયું હતું. પતિના નિધન પછી તેણી સતત ચિંતા અનુભવતા હતા.

ચિંતાના કારણે માનસિક બીમાર જેવા બની ગયેલા ચેતનાબેનને સારવાર માટે પાંચેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પછી ગઈકાલે સવારે ચેતનાબેને પોતાના ઘરમાં ઉપરના માળે જઈ ઓરડામાં રહેલા પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીનું મૃત્યુ નિપજ્યું છે. ધર્મેન્દ્રભાઈ ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ જે.પી. સોઢાએ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી કરી છે.

ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામમાં વસવાટ કરતા રમેશભાઈ મૈયાભાઈ ગમારા (ઉ.વ.૩૦) નામના યુવાને શનિવારે સવારે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પિતા મૈયાભાઈ કુંભાભાઈ ગમારાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. ખંભાળિયા પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh