Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં રાજકીય નેતાગીરીને માત્ર પ્રસિદ્ધિમાં જ રસ... બાકી સદંતર નિષ્ક્રીય...!
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા શહેરને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬૦ લાખની ગ્રાન્ટ વરસાદથી નુકસાની પામેલા રસ્તાઓની મરામત માટે આપવામાં આવી હતી. ગ્રાન્ટ ફાળવ્યાને મહિનાઓ થયા છતાં હજુ કામ ચાલુ થયું નથી. નવાઈની વાત છે કે, પોરબંદર સહિતની અનેક નગરપાલિકાઓમાં ઘણાં સમય પહેલા જ રીપેરીંગ થઈ ગયું. જ્યારે ખંભાળીયામાં ટેન્ડર પણ બહાર પડ્યું નથી, તે ત્યાં સુધી કે ક્યા રસ્તા લેવાના તે પણ નક્કી થયું નથી...!! મહિનાઓથી ૬૦ લાખ આવેલા પડ્યા છે...!!
ખંભાળીયા શહેરમાં તાજેતરમાં ચોમાસામાં પડેલા ૯૬ ઈંચ જેવા ભારે વરસાદથી પૂરને કારણે અનેક રસ્તાઓ મેઈન રોડ પર ગાબડાની સ્થિતિ છે. જ્યારે હજુ રસ્તાના કામો ચાલુ ના થતાં શહેરના નેતાઓ પાલિકાના હોદ્દેદારો, પ્રભારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે...!
સામાન્ય સભામાં પણ રસ્તાના કામ કરવાનો ઠરાવ કરાયો છે, પણ ક્યા રસ્તા કરવા તે હજુ પણ નક્કી થયું નથી. ખંભાળીયાના સામાન્ય નગરજનને પૂછો તો પણ કહી દે કે, ક્યા રસ્તા ખરાબ છે, ત્યારે પાલિકા તંત્રને રસ્તા નક્કી કરવામાં કેમ વાર લાગે છે, તે પણ બાબત ભારે ચર્ચાસ્પદ બની છે. તાકીદે રોડ રી-સરફેસના કામો શરૂ કરીને ખાડાનગર જેવા રસ્તાઓમાંથી મુક્તિ આપવા માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial