Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેમાં ગામડામાં જવા માટે ગેરકાયદેસર 'ખાંચા' બનાવાયા...

જોખમી છીંડાના કારણે અકસ્માતો સર્જાય છેઃ

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવે થયા પછી અનેક સ્થળે લોકો દ્વારા વારંવાર રસ્તાઓ જુના હોય ત્યાં તથા ગામડાઓમાં જવાના માર્ગ હોય ત્યાં રસ્તા ના મૂકાતા અનેક સ્થળે લોકો દ્વારા રોંગ સાઈડમાં વાહનો ચલાવવા કે હાઈવે પર વચ્ચેથી છીંડા પાડીને રસ્તો કાઢીને બાઈક કાઢવાના શોર્ટકટ કરાતા જોખમી બન્યા છે. તાજેતરમાં બે-ત્રણ સ્થળે આવા છીંડાઓમાંથી નીકળતા વાહનચાલકો અકસ્માતોનો ભોગ પણ બન્યા છે.

આ રસ્તા પર ફરિયાદો તથા રજૂઆતો થતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કેટલાક ગ્રામ્ય જવાના રસ્તાઓ પર નેશનલ હાઈવેમાં એક તરફથી બીજે તરફ જવા રસ્તા કઢાયા છે જ્યારે ભાતેલ, હર્ષદપુર, ખંભળિયા, યાર્ડ પાસે એમ અનેક સ્થળે હજુ રસ્તા ના મૂકાતા બે દિવસ પહેલા જ આવા છીંડાવાળા રસ્તા પર એક પ્રૌઢ બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.

ખંભાળિયામાં અશોક પેટ્રોલ પંપ પાસેનો જુનો પરોઢિયા ગામ જતો રસ્તો કે જ્યાં રોજ બે શાળાઓના એકાદ હજાર વિદ્યાર્થી વાલીઓ તથા ખેડૂતોની અવરજવર થાય છે તેમં પણ રસ્તો ના મૂકાતા છાત્રો સાયકલો રસ્તા ઠેકાવીને લઈ જતા કે લાંબા રસ્તે જતા કે રોંગ સાઈડમાં જતા અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે. આ બાબતે અહીંના અગ્રણીઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, જ્યારે તુરત યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh