Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય રાજ્યની ૧પ વિધાનસભા-એક લોકસભા બેઠકની પેટાચૂંટણીઃ પ્રચાર-પડઘમ શાંત
નવી દિલ્હી તા. ૧૮: મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આજે સાંજથી પ્રચાર બંધ થઈ જશે. ર૦ મીએ મહારાષ્ટ્રની તમામ ર૮૮ વિધાનસભા બેઠકો અને ઝારખંડની બીજા તબક્કાની ૩૮ બેઠકો માટે મતદાન થશે. તા. ર૩ એ મત ગણતરી થશે. આ ચૂંટણીઓને લઈને દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા અને પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે દરેક જગ્યાએ પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ જશે. આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોના નેતાઓ પૂરી તાકાથી પ્રચાર કરશે. કેન્દ્રિય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા મહારાષ્ટ્રમાં પ્રચાર કરશે. નડ્ડા થાણે, સોલાપુર અને મહમદનગરમાં જાહેર સભાઓને સંબોધશે અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની આજે ગોદિયા અને નાગપરુમાં રેલીઓ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ર૮૮ વિધાનસભા બેઠકો છે, જેના પર ર૦ મી નવેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ ર૩ મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
ઝારખંડમા, કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા ઘણાં વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો અને જાહેર સભાઓને સંબોધિત કરશે. એમપી સીએમ મોહન યાદવે મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપને દેશની ચિંતા નથી. કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાનનું કહેવું છે કે બેવડી સરકારમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને લોકો ઈચ્છે છે કે આવનારા દિવસોમાં ડબલ એન્જિન સરકાર ચાલુ રહે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૩૮ સીટો પર નવેમ્બરે મતદાન થશે. આજે આ બેઠકો પર પ્રચાર બંધ થઈ જશે. આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હિંમતા બિસ્વા સરમા આજે ૩ જાહેર સભાઓને સંબોધશે.
આ બેઠકો માંડુ, ટુંડી અને ચંદનકિયારીમાં યોજાશે. કેન્દ્રિય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ મહેશપુર અને બોકારોમાં રોડ શો કરશે. બારહેત અને ધનબાદમાં પણ જાહેર સભાઓ કરશે. તે જ સમયે કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાન જામતારામાં રોડ શો અને ઝરિયા અને ધનબાદ, બર્મોમાં જાહેર સભાઓ કરશે.
મહારાષ્ટ્ર-ઝારખંડની વિધાનસભાની ચૂંટણી સાથે ર૦ નવેમ્બરે ૧પ વિધાનસભા અને એક લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉત્તરપ્રદેશની ૯ વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં ગાઝિયાબાદ, માઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, કુલપુર, કટેહારી, કરહાલ અને કુંડારકીનો સમાવેશ થાય છે. પંજાબની ડેરા બાબક નાનક, છબ્બેવાલ, ગિદ્દરબાહા અને બરબાલા સીટ છે. આ સિવાય કેરળની પલક્કડ સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ સીટ છે. મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર પણ મતદાન થશે. આ તમામ બેઠકો પર આજે પ્રચાર બંધ થઈ જશે. આ દરમિયાન મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળતા કેન્દ્રિય ગૃહમંત્રીને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર છોડીને તત્કાળ દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial