Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જલાબાપાની રરપમી જયંતીની થઈ ભક્તિભાવપૂર્વક ઉજવણી
જામનગર તા. ૧૮: રરપમી જલારામ જયંતીના અવસરે ધ્વજારોહણ કાર્યક્રમ સાથે સર્વે જલારામ ભક્તો માટે ધ્વજારોહણનો શુભારંભ થયો છે.
શ્રી જલારામ મંદિર હાપા, જામનગરમાં પ.પૂ. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની રરપમી જન્મજયંતી પ્રસંગે તા. ૮-૧૧-ર૦ર૪, શુક્રવારના શ્રી જલારામ મંદિર, હાપામાં મંદિરના માનદ્મંત્રી કિશોરભાઈ પી. મજીઠીયા પરિવાર દ્વારા ૧૧.૦૦ વાગ્યે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જલારામ જયંતીના શુભ અવસરે જલારામ બાપાની ધૂન-પૂજા-પાઠ, ફૂલહાર તેમજ ધ્વજાનું પૂજન હાપા જલારામ મંદિરના પૂજારી જતીનભાઈ બારોટ દ્વારા કરવામાં આવેલ તેમજ જલારામબાપાની આરતી કરી પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ધ્વજારોહણ કાર્યક્રમમાં હાપા જલારામ મંદિરના માનદ મંત્રી કિશોરભાઈ પી. મજીઠીયા, ડી. ગીરધરલાલ પેટ્રોલપંપવાળા હિતેશભાઈ પોબારૂ, લોકવિચાર મંચના અધ્યક્ષ સદેવંત આર. મકવાણા, કિરીટ ફરસાણવાળા હરેશભાઈ ઠક્કર, ધીરેનભાઈ દત્તાણી, રાજુભાઈ ગોરી, કાન્તિલાલ મકવાણા, નિલેશ સોલંકી, અજય ત્રિવેદી તેમજ તમામ જલારામ ભક્તોએ ધ્વજારોહણનો લાભ લીધો હતોે.
હાપામાં આવેલ જલારામ મંદિરમાં દેશ-વિદેશમાં વસતા તમામ જ્ઞાતિના જલારામ ભક્તો માટે ધ્વજારોહણનો શુભઆરંભ કરવામાં આવ્યો છે. મંદિરમાં ધ્વજારોહણ માટે હાપા જલારામ મંદિરના માનદ્મંત્રી કિશોરભાઈ મજીઠીયા મો. ૯૮ર૪ર પ૪૮૬ર, મીઠાના કારખાના પાસે, ધણ શેરી, બેડીગેઈટ, જામનગરનો સંપર્ક કરવો, ધ્વજાનો સમય સવારે ૧૧.૦૦ વાગ્યાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial