Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હડિયાણા પાસે વૃદ્ધને મોટરે ફંગોળ્યાઃ
જામનગર તા. ૧૮: જોડિયાના હડિયાણા ગામ પાસે પુલ પર ગયા સોમવારે જામનગરના એક વૃદ્ધને મોટરે ઠોકર મારી દીધી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વૃદ્ધને સારવારમાં ખસેડાયા છે. દસેક દિવસ પહેલાં ધ્રોલના નથુવડલાથી મજોઠ ગામ વચ્ચે બે બાઈક ટકરાઈ પડતા એક યુવાનને ફ્રેક્ચર થઈ ગયું છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા ભાનુ પેટ્રોલ પંપ પાછળના પ્રભાતનગરમાં રહેતા છગનભાઈ તળશીભાઈ નકુમ ગઈ તા.૧૧ની સવારે જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આવેલા પોતાના ખેતર જવા માટે હડિયાણા ગામમાંથી ચાલીને જતા હતા ત્યારે ગામના પાટીયા પાસે આવેલા નદીના પુલ પર જીજે-૧૦-સીએન ૪૧૬૧ નંબરની મોટર પુરઝડપે ધસી આવી હતી. આ મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી આગળ ચાલ્યા જતા છગનભાઈને ઠોકર મારી દેતા આ વૃદ્ધ ફંગોળાઈ ગયા હતા. પગમાં ફ્રેેક્ચર તથા માથામાં અને કમરમાં ઈજા થવાથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ જોડીયા પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક જયસુખ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકાના મજોટ ગામમાં વસવાટ કરતા દર્શનભાઈ રમેશભાઈ મોરડ નામના યુવાન કઈ તારીખ સાતની સાંજે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામ તરફ જવા માટે પોતાના કાકાના દીકરા આર્યન ભાઈ ઉંમર વર્ષ ૨૧ વાળા મજૂર ગામેથી ૧૯૯૮ નંબરના મોટરસાયકલ માં નીકળ્યા હતા તેઓ ત્રણ તરફ આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં ખ્તદ્ઘ ૨૦ બીએચ ૩૦ ૪૬ નંબરનું સામે ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહેતા આર્યન મોરડ નામના પટેલ યુવાન ગઈ તા.૭ના દિને જીજે-૧૦-ડીજી ૧૯૯૮ નંબરના મોટરસાયકલ પર ખેતરેથી ધ્રોલ તરફ આવતા હતા ત્યારે નથુવડલા ગામ પાસે તેમના મોટરસાયકલ સાથે જીજે-૨૦-બીએચ ૩૦૪૬ નંબરનું બાઈક અથડાઈ પડયું હતું. અકસ્માતમાં આર્યનનો પગ ભાંગી ગયો છે અને જડબામાં પણ ફ્રેક્ચર થઈ ગયું છે. તેના પિતરાઈ દર્શનભાઈ રમેશભાઈ મોરડે મોટરસાયકલ ના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial