Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે સ્કૂટરને મોટરે ઠોકર મારતાં પ્રૌઢનું નિપજ્યું મૃત્યુઃ લોહાણા સમાજમાં પ્રસરી ગમગીની

પ્રસંગમાં જઈ રહેલા રેસ્ટોરન્ટ સંચાલકને માર્ગમાં કાળનો ભેટોઃ

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયાના ચાર રસ્તા પાસે રેસ્ટોરન્ટનું સંચાલન કરતા એક પ્રૌઢ શનિવારે એક પ્રસંગમાં ભાગ લેવા માટે સ્કૂટર પર નીકળ્યા હતા ત્યારે માર્ગમાં એક મોટરે તેઓને ઠોકર મારી દેતાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું સારવાર દરમિયાન હોસ્પિટલ માં મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવે લોહાણા સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વસવાટ કરતા અને જામનગર રોડ પર ચાર રસ્તા નજીક આવેલા રેસ્ટોરન્ટ ચલાવતા જગદીશભાઈ મથુરાદાસ પાઉં (ઉ.વ.૬૨) નામના લોહાણા પ્રૌૈઢ શનિવારે એક સંબંધીને ત્યાં પ્રસંગમાં જતા હતા ત્યારે તેઓને માર્ગમાં ઈનોવા કારના ચાલકે હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા જગદીશભાઈને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર રૂમિત જગદીશભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં ઈનોવાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે અકસ્માત સર્જનાર મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. પ્રસંગમાં ભાગ લેવા જતાં આ પ્રૌઢને માર્ગમાં કાળનો ભેટો થઈ જતા ખંભાળિયા લોહાણા સમાજમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh