Advertisement
Author: નોબત સમાચાર

બાળકીના સોનોગ્રાફી મામલે સરકાર દ્વારા તપાસના આદેશ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં

જામનગર તા. ૧૮: જામનગરની જી.જી. હોસ્પિટલમાં બે દિવસ પહેલા એક માસુમ બાળકનો કલાકો સુધી સોનોગ્રાફી નહી થઈ શકતા હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે સરકારની સૂચનાથી તપાસ શરૂ કરવામાં આવી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં નવ માસની બાળકીની સારવાર માટે તેણીના માતા-પિતા આવ્યા હતાં જ્યાં તબીબોએ તેની પ્રાથમિક તપાસ પછી પેટમાં આંતરડા ચોટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી. આ માટે તેનું ખાવા-પીવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કલાકો સુધી ભૂખી-તરસી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી. પરિણામે બાળકી સતત રડતી હતી. આખરે હોબાળો થયા પછી કલાકોના અંતે મધ્ય રાત્રિના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી.

આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આથી હોસ્પિટલના તબીબી અધિક્ષકે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જી.જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં એક જ મશીન કાર્યરત હોવાથી દર્દીની દરરોજ લાંબી કતારો જોવા મળે છે. આથી દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યાં હકીકતે વધુ પાંચ-સાત મશીનની જરૂરિયાત છે.

મળતી માહિતી મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા પાંચ નવા વધારાના સોનોગ્રાફી મશીન માટે ખાનગી કંપનીઓ, સરકારી સાહસ પાસે માંગણી મૂકવામાં આવી છે. આવી જ હાલત એમઆરઆઈ અને સિટી સ્કેનની સારવારમાં જોવા મળે છે.

એવી પણ જાણકારી મળી રહી છે કે આગામી એકાદ-બે માસમાં નવા મશીનો મળી જશે. એટલે સમસ્યાનું નિરાકરણ થઈ જશે. આ ઉપરાંત જુની ઈમારતનું ડિમોલીશન કર્યા પછી ત્યાં નવા બનનાર દરેક વિભાગમાં અલગ-અલગ મશીનની સેવા પણ ઉપલબ્ધ કરવાનું આયોજન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh