Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડના કામમાં ગેરેન્ટી પિરિયડનો ઉલાળિયો
જામનગર તા. ૧૬: જામનગરમાં આસ્ફાલ્ટ પેચવર્ક-રિકાર્પેટ અને ચરેડામાં બુરાણ માટે સાડાચાર કરોડ જેટલો અધધ ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
શું આટલા બધા સ્થળે ખાડા-ખોદકામ થયા છે? તો નવા બનતા રોડ-રસ્તાના કામની ગેરેન્ટી પિરિયડનું શૃ થયું? સતત વેડફાતા પ્રજાના નાણા અંગે અનેક ચર્ચા થઈ રહી છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં આસ્ફાલ્ટ પેચવર્ક અને આસ્ફાલ્ટ રિકાર્પેટ માટે રૂ. ર કરોડ ૧૩ લાખ અને રૂ. ૧ કરોડ ૪ર લાખ મળી કુલ રૂ. ૩ કરોડ પપ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે, જ્યારે કેબલ લેઈંગ, ગેઈલ લાઈન, વોટર વર્કસ દ્વારા કરવામાં આવેલ ટ્રેન્સમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના કામ માટે રૂ. ૧ કરોડ ૧૪ લાખનો અલગથી ખર્ચ કરવામાં આવ્યો છે. ફક્ત ટ્રેન્ધ માટે રૂ. ૧ કરોડ ૧૪ લાખ ખર્ચ કરવામાં આવનાર છે. તો તેનો ઉપરથી અંદાજે આવી શકે કે કેટલી માત્રામાં ચોતરફ ખોદકામ કરાયું હશે, જ્યારે સવાલ એ છે કે રોડ-રસ્તાના કામ શરૂ કરતા પહેલા પાણીની-ભૂગર્ભ ગટરની લાઈનનું કામ ન થઈ શકે? શું એકબીજા વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે કે શું?
આ ઉપરાંત આસ્ફાલ્ટ-પેચવર્ક માટે ૩ કરોડ પપ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જ્યારે સવાલ એવો છેકે, નવા રોડ-રસ્તા અને તેના કોન્ટ્રાક્ટરની ગેરેન્ટી પિરિયડનું શું? તેની પાસે જ કેમ કામ કરવામાં આવતું નથી?
અત્રે ઉલ્લેખનિય છે કે મહાનગરપાલિકા દ્વારા દરેક સ્ટેન્ડીંગમાં પણ કરોડો રૂપિયાના આવા ખર્ચા અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial