Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાપીથી ભેંસદળ આવતા પરિવારને નડ્યો અકસ્માતઃબોલેરોચાલક સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૮: ધ્રોલ-પડધરી વચ્ચે આવેલા જાયવા ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે એક સ્કૂટરને પાછળથી આવતી બોલેરોએ ઠોકર મારતા મૂળ ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામના વતની અને હાલમાં વાપીના ચણોદ ગામમાં રહી કડિયાકામ કરતા એક યુવાન તથા તેમના પત્ની અને ચાર વર્ષની પુત્રીના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. પોલીસે મૃતકના કાકાની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. આ અકસ્માતે નવ વર્ષના પુત્ર પરથી માતા-પિતાની છત્રછાયા ઝૂંટવી છે.
ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામના વતની અને હાલમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ ગામમાં અમરનગરમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉ.વ.૩૭) નામના કડિયા યુવાન તથા તેમના પત્ની ઈનાબેન (ઉ.વ.૩૬) તથા ચાર વર્ષની પુત્રી નિષ્ઠા રવિવારે સવારે જીજે-૩-એફજે ૩૪૧૩ નંબરના એકટીવા સ્કૂટરમાં રાજકોટ તરફથી ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામ આવવા માટે નીકળ્યા હતા.
આ પરિવારનું સ્કૂટર જ્યારે પડધરીથી ધ્રોલની વચ્ચે આવેલા લૈયારા ગામ નજીક પહોંચ્યું ત્યારે અચાનક જ જીજે-૩-બીડબલ્યુ ૨૩૨૦ નંબરની બોલેરો પૂરપાટ ઝડપે ધસી આવી હતી. આ મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી આગળ જઈ રહેલા એકટીવાને ઠોકર મારી દીધી હતી.
આ અકસ્માતમાં સંજયભાઈ અને તેમના પત્ની ઈનાબેન તથા પુત્રી નિષ્ઠા ફેંકાઈ ગયા હતા. ત્રણેય વ્યક્તિઓને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા ઘટનાસ્થળે સંજયભાઈ તથા ઈનાબેનના મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતા ૧૦૮ દોડી આવી હતી. તેમાં ચાર વર્ષની બાળકી નિષ્ઠાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ દમ તોડી દેતા આ અકસ્માતનો મૃત્યુઆંક ત્રણનો થયો છે.
અકસ્માતની જાણ થતાં ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામમાં રહેતા રાજેશભાઈ મેઘજીભાઈ ચોટલીયા દોડી આવ્યા હતા. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી સંજયભાઈ, ઈનાબેન નિષ્ઠાના અકસ્માતે મૃત્યુની નોંધ કરી બોલેરો મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ થોડા સમયથી સંજયભાઈ અને તેમના ભાઈ ચિરાગ કડિયાકામ માટે વાપી રહેવા ગયા હતા. જ્યાંથી ભેંસદળ આવવા માટે સંજયભાઈ અને તેમના પત્ની, પુત્રી એક્ટિવા પર નીકળ્યા હતા. આ દંપતીનો પુત્ર મંથન (ઉ.વ.૯) વાપી રોકાયો હતો. ગઈકાલે સવારે આ અકસ્માત સર્જાતા તે બાળકે માતા તથા પિતાની છત્રછાયા ગૂમાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial