Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવરીયા ગામમાંથી મળી આવી ઈંગ્લીશની નવ બોટલઃ
જામનગર તા. ૧૮: ભાણવડના ભુવનેશ્વર ગામના પાટીયા પાસેથી પોલીસે પોરબંદર જિલ્લાના એક શખ્સને દારૂની દસ બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે પાસ્તરડી ગામના સપ્લાયરનું નામ આપ્યું છે. કલ્યાણપુરના દેવરીયા ગામ સ્થિત એક મકાનમાંથી દારૂની નવ બોટલ ઝડપાઈ છે.
ભાણવડ તાલુકાના ભુવનેશ્વર ગામના પાટીયા પાસેથી પોરબંદર જિલ્લાના ભાવપરા ગામનો સુભાષભાઈ લખમણ ઓડેદરા નામનો શખ્સ શુક્રવારે બપોરે એક્ટિવા સ્કૂટર પર જતો હતો તેને પોલીસે રોકી તેની તલાશી લેતા સ્કૂટરમાંથી અંગ્રેજી શરાબની દસ બોટલ નીકળી પડી હતી.
પોલીસે બોટલ, સ્કૂટર, એક મોબાઈલ મળી કુલ રૂ.૩૩૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સે દારૂનો તે જથ્થો ભાણવડના પાસ્તરડી ગામના રૂડાભાઈ રામાભાઈ મોરી પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે.
કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના માડમપાડામાં રહેતો વેજાભાઈ રામદેભાઈ માડમ નામનો શખ્સ શુક્રવારે રાત્રે પોતાના ઘરે હતો ત્યારે પોલીસે પૂર્વ બાતમીના આધારે રેઈડ પાડી તલાશી લેતા આ શખ્સના કબજામાંથી દારૂની નવ બોટલ મળી હતી. પોલીસે દારૂ કબજે કરી વેજાભાઈ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial