Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૦ કિ.મી.માં એક જ ટોલનાકાના નિયમનો સરેઆમ ભંગઃ
ખંભાળિયા તા. ૧૮: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાતા રોડમાં ટોલનાકા બને છે, પણ તેમાં હળવા વાહનો કારને માફી છે, જ્યારે નેશનલ હાઈવે પર લોકોને ફરજિયાત ટોલટેક્સ ચૂકવવો પડે છે. તે પણ હવે રૂ. ૧૦૦-૧ર૦-૧૪૦ જેટલો લેવામાં આવતા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે, તો રોડ બન્યા વગર જ ટોલ લેવામાં આવે છે. તે પણ નવાઈની સાથે આશ્ચર્યની બાબત થઈ છે. તો કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ૬૦ કિ.મી.માં એક જ ટોલની જાહેરાતનો પણ અમલ થતો નથી. તેવું જોવા મળે છે.
દ્વારકાથી સોમનાથ રોડ કે જેનું કામ છેક ર૦૧૭ માં શરૂ થયેલું તે રોડ પર દ્વારકાથી સોમનાથ સુધી ત્રણ ટોલ નાકા થયેલા ઓખામઢી, વનાણા તથા ગડુથી સોમનાથ જતા ડારી ટોલનાકું નવાઈની વાત છે કે આ ફોર લાઈન રોડ ચોરવાડ, માંગરોળ, કુકસવાડા, માધુપુર સહિતના અનેક વિસ્તારોમાં હજુ ફોર ટ્રેક થયો નથી ક્યાંક તો રોડ અને પુલ પણ બન્યા નથી, પરંતુ જે ત્રણ ટોલનાકા નક્કી થયેલા તે ચાલુ જ થઈ ગયા છે, તો અધુરામાં પૂરૃં સોમનાથથી ઉના જતો રસ્તો પણ આઠ વર્ષથી બને છે. તેમાં પણ હમણાં વેળવાડોવાયા તથા સુંદરપુરા એમ બે ટોલનાકા ચાલુ કરી દેવાયા છે. સોમનાથ જિલ્લામાં ૬પ કિ.મી.માં ત્રણ ટોલનાકા છે. કેન્દ્રિય મંત્રી ૬૦ કિ.મી.માં એક જ ટોલનાકું કહે છે.
આ રસ્તા પર પણ હજુ અનેક સ્થળે પુલના કામ પૂર્ણ થયા નથી. ડ્રાયવરઝન છે તો ક્યાંક સિંગલ રસ્તા છે, ક્યાંક હજુ કાચા રસ્તા પર છે. પણ ટોલ ચાલુ થઈ ગયા છે. દ્વારકાથી સોમનાથ ઉના ૩૧ર કિ.મી., પાંચ ટોલનાકા રોડ બન્યા વગર પૈસા વસૂલવાના ચાલુ થઈ જતાં નાગરિકોમાં ભારે રોષની લાગણી ઊઠી છે કે પહેલા રોડ તો ચાલુ કરી કામ પૂર્ણ કરો પછી ટોલ ઉઘરાવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial