Advertisement
Author: નોબત સમાચાર

મંજૂરી વગર પિરોટન ટાપુ પર ગયેલા માધાપર-ભુંગાના શખ્સ સામે કાર્યવાહી

જામનગર તા. ૧૮: જામનગરના બેડીમાં આવેલા જૂના બંદર પર દરિયામાંથી આવેલી એક બોટ અંગે પોલીસે પૂછપરછ કરતા માધાપર-ભુંગાનો એક શખ્સ પોતાના પરિવારને બોટમાં પિરોટન ટાપુ પર લઈ ગયો હોવાનું ખૂલ્યું છે. આ શખ્સ સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જામનગરના બેડી પાસે આવેલા જૂના બંદર પર બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં દરિયામાં જલ-અમીન નામની બોટ આવતી જોવા મળી હતી.

તે બોટ અંગે પૂછપરછ કરાતા જામનગર નજીકના માધાપુર ભુંગામાં રહેતો મહેબુબ કરીમ કુંગડા નામનો શખ્સ મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષકની મંજુરી લીધા વગર પોતાના પરિવારના સભ્યોને તે બોટમાં પિરોટન ટાપુ પર આવેલી દરગાહે લઈ ગયો હોવાનું ખૂલ્યું છે. જમાદાર જે.ડી. ઝાલાએ ખુદ ફરિયાદી બની મહેબુબ કુંગડા સામે જાહેરનામા ભંગ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh