Advertisement
Author: નોબત સમાચાર

પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતા ઠંડી વધીઃ તાપમાન તળિયે

ગાઢ ધુમ્મસના કારણે મેદાની વિસ્તારોમાં રેલવે વ્યવહારને માઠી અસરઃ હિમવર્ષાથી પહાડો પર નયનરમ્ય નઝારો

શ્રીનગર તા. ૧૮: કાશ્મીરના પહાડોમાં હિમવર્ષાથી ઠંડી વધી છે, અને સોનમર્ગમાં પારો માઈનસ પ.૩ ડીગ્રી નોંધાયું છે. તાપમાન તળિયે ગયું છે, પરંતુ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પછી નયનરમ્ય દૃશ્યો સર્જાતા પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે.

કાશ્મીરના પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ થવા લાગી છે. મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધવા લાગી છે. શનિવારે કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા પછી ગઈકાલે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં હવામાન સ્વચ્છ રહ્યું હતું.

જો કે, લઘુતમ તાપમાનમાં ભારે ભટાડો નોંધાયો છે. સોનમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ પ.૩ ડીગ્રી નોંધાયું હતું.

બીજી તરફ ઝોજિલા પાસ પરથી બરફ હટાવી દીધો છે. રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રર નવેમબર સુધી હવામાન સ્વચ્છ રહેશે. આ સમયગાળા દરમિયાન તડકો રહેશે. કોઈપણ વિસતારમાં વરસાદ કે હિમવર્ષાની કોઈ શક્યતા નથી. ર૩ મીએ હવામાનમાં ફેરફારની શક્યતા છે.

આ પહેલા શનિવારે કુપવાડાના માછિલ સેક્ટરમાં થયેલી હિમવર્ષાએ વિસ્તારની નયનરમ્ય સુંદરતા વધારી દીધી છે. હિમવર્ષાને કારણે આ દૂરના વિસ્તારનું કુદરતી આકર્ષણ વધ્યું છે, જે પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત કરે છે. ગુરેઝ, તુલૈલ અને કંજલવાનના સરહદી વિસ્તારો સહિત બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં પણ બરફની સફેદ ચાદર છવાયેલી રહી. દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલા ધુમ્મસની અસર શિમલા સુધી જોવા મળી રહી છે.

ધુમ્મસના કારણે રવિવારે સવારે મેદાની વિસ્તારોમાંથી ટ્રેનો મોડી દોડી હતી. જેના કારણે કાલકાથી શીમલા જતી ચાર ટ્રેનો ચાર કલાક મોડી પડી હતી. જેના કારણે સપ્તાહના અંતે શિમલા આવતા પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેદાની વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ધુમ્મસ યથાવત્ રહી શકે છે. તેની અસર ટ્રેનોના સંચાલન પર પણ પડશે.

હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું વધવા લાગ્યું છે. રવિવારે ૧૩,૦પ૦ ફૂટ ઊંચા રોહતાંગ પાસ સહિત ઊંચા શિખરો પર બરફ પડ્યો હતો. લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં સૂકી ઠંડીને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નદીઓ, નાળાઓ અને ધોધ જામવા લાગ્યા છે. બીજી તરફ હવામાન કેન્દ્ર શિમલાએ મંડી, બિલાસપુર અને રાજ્યના અન્ય મેદાની વિસ્તારોમાં ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh