Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના
જામનગર તા. ૧રઃ મુખ્યમંત્રીએ રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ પ૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર ૧૦ ટકા ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલા કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે. એટલું જ નહીં જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસર માટે લાભાર્થી પાસેથી ૧૦ ટકા ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવું આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનનો અંદાજીત ખર્ચ ૭ લાખ રૂપિયા જેટલો થાય છે.
રાજ્યમાં હાલ લગભગ ર૦૦ બાળકોને કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસરની જરૂરિયાત છે. આવા એક પ્રોસેસરની અંદાજિત કિંમત ૩ લાખ રૂપિયા થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ બાળઆરોગ્ય હિત લક્ષી નિર્ણયને પરિણામે આવા બાળકોને માત્ર ૧૦ ટકા ફાળામાં આ કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસરનો સેવા લાભ મળતો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial