Advertisement
Author: નોબત સમાચાર

વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના જોડાણ કાપવા માટે આજથી ડ્રાઈવ શરૂ

સ્થળ પર પણ સ્વીકારાશે વીજબીલઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરમાં જે ગ્રાહકોએ બાકી વીજબીલ ભર્યું નથી તેઓના જોડાણ કાપવા માટે આજથી સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા ડ્રાઈવ શરૂ કરાઈ છે. સ્થળ પર જ બીલ ભરવા ઈચ્છતા ગ્રાહકો પાસેથી બીલ પણ સ્વીકારવામાં આવી રહ્યા છે.

જામનગર ૫ીજીવીસીએલ કચેરીના સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા જે ગ્રાહકોના વીજબીલ બાકી હોય તેની રીકવરી માટે ડીસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી છે. નગરના લીમડાલેન, સિટી પોઈન્ટ, ગૌરવ પથ, બદરી કોમ્પલેક્ષ, ધણશેરી, પ્રદર્શન મેદાન, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, નવાગામ ઘેડ વગેરે વિસ્તારોમાં ડ્રાઈવ કરાઈ રહી છે.

વીજ કર્મચારીઓ, બે નાયબ ઈજનેર, છ જુનિ. ઈજનેર અને દસ પોલીસ જવાન સાથે ઘેર ઘેર જઈ વીજજોડાણ કાપવાની કાર્યવાહી કરી રહ્યા છે. જે ગ્રાહકો સ્થળ પર વીજબીલ ભરવા ઈચ્છે તેમની પાસેથી બીલ સ્વીકારાઈ રહ્યું છે અને વીજ કચેરી પર કેશ બારીનો સમય પણ હાલમાં વધારવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh