Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના મુળીલામાં દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ બેલડી ઝડપાઈ

રૂા.૫૦ હજાર તથા બાઈક કબજે કરાયાઃ

જામનગર તા. ૧૨ઃ લાલપુરના મુળીલા ગામમાં બીયારણની એક દુકાનમાંથી ગયા મંગળવારે રૂા.૫૦ હજાર રોકડા ચોરાઈ ગયા હતા. ભરબપોરે દુકાનના કાઉન્ટરમાંથી તે રકમ ઉપડી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં જામનગરના હાપા પાસેના બાવરીવાસમાં રહેતા બે શખ્સ સેવકભટીયા પાસેથી ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી રોકડ તથા બાઈક કાઢી આપ્યા છે.

લાલપુર તાલુકાના મુળીલા ગામમાં એગ્રી બિઝનેસ સેન્ટર નામની દુકાન ચલાવતા રાયશીભાઈ કરશનભાઈ સોચા ગયા મંગળવારે બપોરે પોતાની દુકાનમાં હતા અને થોડી મિનિટો માટે બહાર નીકળ્યા ત્યારે પચ્ચીસેક વર્ષની વયના લાગતા બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ દુકાનના કાઉન્ટરમાંથી રૂા.પ૦ હજાર રોકડા ઉઠાવી લઈ પોબારા ભણી લીધા હતા.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી લાલપુરના પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે શરૂ કરેલી તપાસમાં સ્ટાફના એચ.કે. મકવાણા, જયપાલસિંહ, સોમાભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે સેવક ભટીયા ગામ પાસે વોચ રાખી હતી.

વોચ દરમિયાન એક બાઈકમાં જઈ રહેલા બે શખ્સને પોલીસે રોકાવી પૂછપરછ કરતા જામનગરના હાપામાં રેલવે કોલોની નજીક બાવરીવાસમાં રહેતા માનસિંગ સુરેશ ડાભી, ધનસિંગ રામસિંગ સોલંકી નામના આ શખ્સો ભાંડી પડ્યા હતા. આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી રૂા.૫૦ હજાર રોકડા તથા ચોરીમાં વાપરેલુ જીજે-૧૦-ટીએ ૧૨૮ નંબરનું મોટરસાયકલ કાઢી આપ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh