Advertisement
Author: નોબત સમાચાર

સચાણાના દરિયામાં મોટા ટ્રોલર દ્વારા કિનારા નજીક થતી માછીમારી

નાના માછીમારો હેરાન પરેશાનઃ

જામનગર તા. ૧રઃ જામનગર તાલુકાના સચાણા ગામના માછીમારો દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે મસમોટા ટ્રોલરને સમુદ્ર કિનારે માછીમારીની મનાઈ હોવા છતાં ગેરકાયદે માછીમારી કરવામાં આવે છે. આથી નાના માછીમારોને જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

સચાણા ગામના અનેક માછીમારોએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે મોટા ટ્રોલરને દરિયા કિનારા વિસ્તારમાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ છે.આમ છતાં સચાણાના દરિયા કિનારા નજીકના સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરવામાં આવે છે. પરિણામે નાના માછીમારોની દરીયામાં પાથરાયેલ જાળ તુટી જાય છે.

મોટા ટ્રોલરના કારણે મચ્છીના ઈંડા ફૂટી જાય છે અને નાના માછીમારોની રોજીરોટી છીનવાઈ રહી છે.

સચાણાના કાસમ અબ્બાસ કકકલ ગત તા. ર૬-ર-ર૪ ના માછીમારી કરતા હતા ત્યારે મોટા ટ્રોલર વાળાએ તેમને ત્યાંથી ભગાડી દિધા હતા અને માછીમારી માટે પાથરેલ જાળ તોડી નાંખી હતી.

મત્સ્યઉદ્યોગ અને પોલીસ વિભાગ સમક્ષ પણ રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આથી નાનામાછીમારોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh