Advertisement
Author: નોબત સમાચાર

બેડીમાં દીવાલ બનાવવાના મામલે પાડોશી દંપતી પર કરાયો હુમલો

એક મહિલા સહિત ચારે પાઈપથી પ્રહાર કર્યાેઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના બેડીમાં એક આસામીએ જૂનું મકાન ખરીદી તેની દીવાલ નવી બનાવવાનું કામ શરૂ કરતા પાડોશમાં રહેતા પરિવારે દીવાલ ન બનાવવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા ત્રણ શખ્સ અને એક મહિલાએ પાડોશી દંપતી તથા તેમના પુત્ર પર પાઈપ, લોખંડની કરાઈથી હુમલો કર્યાે હતો.

જામનગર શહેરના બેડી વિસ્તારમાં નુરાની ચોકમાં રહેતા ઝરીનાબેન અબ્બાસ મુનરાઈ નામના મહિલાના દિયરનું મકાન બાજુમાં જ આવેલું છે. તે મકાન શબ્બીર જુસબ ચૌહાણે ખરીદ્યા પછી તેની જૂની દીવાલ પાડી નવી દીવાલ ઉભી કરવાનું કામ શરૂ કરાયું હતું.

તે દીવાલના કારણે ઝરીનાબેનને નડતર થતી હોવાની રવિવારે તેઓએ શબ્બીર જુસબને ત્યાં દીવાલ બનાવવાની ના પાડી હતી. આથી શબ્બીર તેમજ ઈકબાલ ઈબ્રાહીમ કકલ, સીકંદર જુસબ ચૌહાણ, શરીફાબેન જુસબ ચૌહાણે ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. જેમાં શબ્બીરે પાઈપથી ફટકા માર્યા હતા અને ઈકબાલ તથા સીકંદરે લોખંડની પરાઈથી ઝરીનાબેનના પતિ અને પુત્ર પર હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી. શરીફાબેને ગાળો ભાંડી હતી. આ બાબતની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh