Advertisement
Author: નોબત સમાચાર

હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈની

ડેપ્યુટી સીએમની ફોરમ્યુલાઃ ટૂંક સમયમાં જાહેરાતઃ

ચંદીગઢ તા. ૧૨ઃ હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈની હશે. ધારાસભ્યપદની બેઠકમાં આ નામ પર સર્વસંમતિ સધાઈ હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલો મુજબ મનોહરલાલ ખટ્ટર હવે લોકસભાની ચૂંટણી લડશે. આ પહેલા મનોહરલાલ ખટ્ટરે આખી સરકારનું રાજીનામું આપી દીધું હતું. અને બીજેપી - જેજેપી ગઠબંધન તૂટી ગયું હોવાનું જાહેર થયું હતું. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, મનોહરલાલ ખટ્ટર સામેની  એન્ટ્રી ઈનકમબન્સી ખાળવા ભાજપે આ દાવ ખેલ્યો છે. અત્યારે ભાજપ સરકાર સામે જ્યારે અસંતોષ છે. તેથી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે આ કદમ ઉઠાવ્યું છે. નવી સરકાર પણ ભાજપની હશે. પરંતુ તેમાં ૬ અપક્ષો અને ૧ અન્ય પક્ષના ધારાસભ્યનો ટેકો લેવો પડ્યો હોવાથી એકાદ બે અપક્ષ ધારાસભ્યોને પણ મંત્રીપદ મળશે. તેવી અટકળો પણ હતી. અને મંત્રીમંડળમાં સમતુલા તથા જાતિગત સમીકરણો જાળવવા એક કે બે ડે. સીએમની ફોરમ્યુલા પણ વિચારાઈ હતી. બપોર પછી ચાર-પાંચ વચ્ચે નવી સરકાર શપથ લેશે. તેમ જાહેર થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh