Advertisement
Author: નોબત સમાચાર

સીએએના વિરોધમાં આજે આસામ બંધનું એલાનઃ યુ.પી.-દિલ્હી સહિત અનેક રાજ્યો એલર્ટ પર

કેન્દ્રે નોટીફિકેશન બહાર પાડતા જ દેશભરમાંથી ઊઠ્યા વિરોધના સૂરઃ

નવી દિલ્હી તા. ૧રઃ સીએએને લઈને આસામમાં બંધનું એલાન કરાયું છે, જ્યારે દિલ્હી-ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એલર્ટ અપાયું છે.નાગરિક્તા (સુધારા) અધિનિયમ લાગુ થતાની સાથે જ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આસામમાં દરેક ખૂણે અને ખૂણે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો સીએએ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન અને બંધને કારણે જાહેર સંપત્તિને નુક્સાન થશે તો તેની વસૂલાત પણ વિરોધીઓ પાસેથી કરવામાં આવશે, તેવું જાહેર કરાયું છે.

નાગરિક્તા (સુધારા) અધિનિયમ એટલે કે સીએએ કાયદો લાગુ થતાની સાથે જ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. વિરોધ પ્રદર્શનને જોતા ઘણાં રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, આસામ અને દિલ્હી તે સંવેદનશીલ રાજ્યોમાં સામેલ છે. અહીં પોલીસ એલર્ટ મોડ પર છે. દિલ્હી પોલીસની સાયબર વિંગ પણ એલર્ટ પર છે. દેશભરની સુરક્ષા એજન્સૃીઓ અને પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખી રહી છે.

હકીકતમાં સીએએ વિરૂદ્ધ રાજધાનીમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. શાહીનબાગ વિસ્તાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સીએએના વિરોધમાં આસામમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જામિયાથી લઈને આસામ સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે. જામિયા મિલ્લિયામાં કડક બંદોબસ્ત મૂકાયો છે.

ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને સીએએ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. ૧૬ પક્ષોના સંયુક્ત વિરોધ મંચે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આસામમાં કેટલીક જગ્યાએ સીએએની નકલો પણ બાળવામાં આવી હતી. એએએસયુ સાથે જોડાયેલા લોકો દિલ્હી આવશે અને સરકારને સીએએ નોટીફિકેશન પાછું ખેંચવાની અપીલ શરશે. આસામ પોલીસે બંધના એલાનને લઈને ૧૬ વિપક્ષી રાજકીય પક્ષોને કાનૂની નોટીસ પાઠવી છે.

પોલીસે રાજકીય પક્ષોને ચેતવણી આપતા કહ્યું કે, ગૌહાટી હાઈકોર્ટના આદેશ અનુસાર બંધમાં સામેલ લોકો સામે કેસ નોંધવામાં આવી શકે છે. ગુવાહાટી હાઈકોર્ટના ર૦ર૩ ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'બંધ' યુરકાયદેસર અને ગેરબંધારણીય છે. સૂચના આપતી વખતે હાઈકોર્ટે કહ્યુંકે સરકાર વિરોધ કે હડતાલને કારણે થયેલા આર્થિક નુક્સાનની ભરપાઈ વિરોધીઓ પાસેથી કરી શકે છે.

આ સાથે જ આસામના મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે જો બંધનું એલાન કરવામાં આવશે તો રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન બંધ થઈ શકે છે. પોલીસે કડક સૂરમાં કહ્યું કે જો વિરોધ અને બંધને કારણે જાહેર સંપત્તિને નુક્સાન થશે તો તેની વસૂલાત વિરોધ કરનારાઓ પાસેથી કરવામાં આવશે. સીએએ નિયમોની સૂચના અપ્યા પછી ગૌતમ બુદ્ધનગર પોલીસ એલર્ટ મોડ પર છે. ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પોલીસ દળ સાથે સોમવારે સાંજુ જુદા જુદા સ્થળોએ પગપાળા કૂચ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. તેમણે જણાવ્યું કે પોલીસે આ અંગે તમામ ધાર્મિક ગુરુઓ સાથે બેઠક કરી છે અને ઘણી જગ્યાએ સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

નોઈડા ઝોનના ડીસીપી વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે, શહેરના ઘણાં ભાગો પર ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે અને શહેરને 'ઝોન' અને 'સુપર ઝોન'માં વહેંચવામાં આવ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે બે ટીમો બનાવવામાં આવી છે અને જો કોઈ વ્યક્તિ વાતાવરણને બગાડતો વીડિયો શેર કરશે અને આવી ટિપ્પણી કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી છે.

સીએએ લાગુ થતાની સાથે જ સોમવારે આસામમાં વધારાના પોલીસ કર્મચારીઓની તૈનાતી સાથે સુરક્ષા કડક કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ગુવાહાટી સહિત રાજ્યના લગભગ તમામ શહેરોમાં મુખ્ય માર્ગો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ સીએએ નોટીફિકેશન સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કર્યા પછી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનએ પણ સીએએની નકલો સળગાવવાની, સરઘસ કાઢવાની અને નોટીફિકેશન સામે 'સત્યાગ્રહ' શરૂ કરવાની જાહેરાત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh