Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ એક વખત મુદ્ત વધારાનો ખેલ પાડ્યોઃ
જામનગર તા. ૧રઃ ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મનઘડત વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. સરકારી નીતિ નિયમનો રીતસર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.
લાખો રૂપિયાના ખર્ચાઓ બારોબાર કરવામાં આવી રહ્યા છે. તેનો ક્યાંય ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી નિવૃત્ત થયા પછી સતત તેની મુદ્ત વધારવામાં આવી રહી છે.
સરકારની કોઈપણ મંજુરી વગર આ નિમણૂક કોન્ટ્રાક્ટ પ્રથાથી આપવામાં આવી રહી છે, જો કે આ સદંતર ગેરકાયદે કૃત્ય અને સફેદ પોશાકધારીના આદેશથી થઈ રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી અશોકભાઈ પરમાર ત્રણેક વર્ષ પહેલા નિવૃત્ત થયા છે. એ પછી તરત જ અન્યને નિમણૂક આપના બદલે સત્તાપક્ષ દ્વારા અશોક પરમારને યેનકેન પ્રકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીમાં રાખવામાં આવ્યા હતાં જેની મુદ્ત છ માસની હતી. આ પછી પાંચથી છ વખત છ માસની મુદ્ત વધારવામાં આવી છે. નિવૃત્ત કર્મચારીને નોકરીમાં રાખવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે. આમ છતાં સરકારના આદેશનો પણ સ્ટેન્ડીંગ કમિટીએ ઉલાળિયો કરી માનીતા અને 'વહીવટ'માં માસ્ટરી ધરાવતા અશોક પરમારને સતત નિમણૂક આપી છે.
ગત્ સ્ટેન્ડીંગ કમિટીમાં કરોડો રૂપિયાના કામોને મંજુરી આપવામાં આવી હતી. તેમાં ચાર દરખાસ્તો અધ્યક્ષ સ્થાને એટલે કે ચેર ઉપરથી રજૂ કરવામાં આવી હતી. તેમાં પણ સેક્રેટરી નિમણૂક માટેનો ક્યાંય ઉલ્લેખ એજન્ડામાં લખવામાં આવ્યો નથી. આમ છતાં આ બેઠકમાં સેક્રેટરીની મુદ્ત છ માસ વધારી દેવામાં આવી છે. તેની નોંધ સીધી જ મિનિટ્સમાં કરી આપવામાં આવશે. આમ પાછલા બારણે સંપૂર્ણ વહીવટ થયા છે.
અગાઉની સામાન્યસભામાં વિપક્ષના આનંદ રાઠોડે તો એવો કટાક્ષ કર્યો હતો કે સેક્રેટરીને આજીવન નિમણૂક આપી દેવી જોઈએ.
સરકારી કચેરીમાં અધિકારી-કર્મચારી નિવૃત્ત થતા રહેતા હોય છે, પરંતુ કોઈપણ કારણોસર જામનગર મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો સેક્રેટરીને છોડવા માંગતા નથી.
શા માટે ભાજપને વ્યક્તિગત પ્રેમ ઉભરાઈ રહ્યો છે તે સમજાતું નથી, જો કે સેક્રેટરી અશોક પરમાર 'વહીવટ'માં કુશળતા ધરાવે છે. કદાચ તેનો લાભ લેવાનો ઉદ્દેશ્ય હોઈ શકે.
બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે સેક્રેટરી કાર્લાયનો સ્ટાફ આ સતત ગેરકાયદે સરની નિમણૂકથી નારાજ છે, પરંતુ સત્તા પક્ષ પાસે તેનું કશું ઉપજતું નથી.
એક સફેદ વસ્ત્રધારી નેતાની કૃપાથી આ ગેરકાયદે નિમણૂક થઈ રહી છે. આમ સ્ટેન્ડીંગ કમિટીનો વહીવટ ચર્ચાને ચકડોળે ચડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial