Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે બે સ્થળે આગ ભભૂકી

ફટાકડાના કારણે વાડ સળગી ઉગીઃ

ખંભાળિયા તા. ૧૨ઃ ખંભાળિયા-પોરબંદર તેમજ ખંભાળિયા-લાલપુર ધોરીમાર્ગ પર ગઈકાલે સાંજે તથા રાત્રે આગના બે બનાવ બન્યા હતા. બંને બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ લીધી હતી. ખંભાળિયા શહેરમાં ખામનાથ મંદિરથી આગળ આવેલા વ્હોરાના કબ્રસ્તાન નજીક એક દુકાન તથા બાજુમાં પડેલા ઘાસના જથ્થામાં ગઈરાત્રે કોઈ રીતે આગ ભભૂકી હતી. જેની જાણકારી મળતા ખંભાળિયા નગરપાલિકાનો ફાયરબ્રિગેડનો સ્ટાફ ધસી ગયો હતો. મીની ફાયર ફાઈટરમાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગનો બીજો બનાવ ખંભાળિયા-લાલપુર રોડ પર બન્યો હતો. ત્યાં ફટાકડાના કારણે ખેતરની વાડમાં આગનું છમકલુ થયું હતું ત્યાં પણ ફાયરબ્રિગેડના જવાનોએ પહોંચી જઈ આગને વધુ પ્રસરતી અટકાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh