Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ભથાણ ચોકની ગૌશાળામાં
દ્વારકા તા. ૧૨ઃ દ્વારકાના ભથાણ ચોકમાં આવેલી ૧૩૬ વર્ષ જુની શ્રી દ્વારકા ગૌશાળાના ગૌશાળા ગ્રાઉન્ડમાં તા. ૧૩-૩-ર૦ર૪ ને બુધવારથી તા. ૧૯-૩-ર૪ ને મંગળવાર સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજે ૭-૩૦ સુધી પ્રસિદ્ધ કથા વકતા પૂ. જીજ્ઞેશ દાદાના વ્યાસસ્થાનેથી ઉપસ્થિત શ્રોતાગણને કથાનું અમૃતપાન કરાવશે. આ પહેલા તા. ૧૩ મીએ બપોરે ૧-૩૦ કલાકે પોથીયાત્રા શ્રી દ્વારકાધીશ મંદિરથી ગૌશાળા સુધી યોજવામાં આવનાર છે. તા.૧૩ થી ૧૯ સુધી શ્રી નૃૃસિંહ પ્રાગટ્ય, શ્રી વામન અવતાર, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર તથા શ્રી દશાંશ હવન (યજ્ઞ) સહિતના પ્રસંગો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial