Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧૮ હજાર રોકડા, કપડા સહિતની મત્તા ગઈઃ
જામનગર તા. ૧રઃ જામનગરના ખોડિયારકોલોની વિસ્તાર પાસે ગઈ તા.રની બપોરે ચોરીનો બનાવ બન્યો છે. ત્યાં રાખવામાં આવેલી એક મોટરના દરવાજાનો કાચ ફોડી કોઈ શખ્સ અંદરથી રૂા.૧૮ હજાર રોકડા, કપડા, હોસ્પિટલની ફાઈલ ઉઠાવી ગયો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજચેમ્બર નજીક મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પાર્કિંગના સ્લોટમાં જીજે-૬-એચએસ ૫૨૧૩ નંબરની આઈ-૨૦ મોટર ગઈ તા.૨ની બપોરે પાર્ક કરવામાં આવી હતી.
આ મોટરનો ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજાનો કાચ કોઈ શખ્સે ફોડી નાખી તેમાંથી એક બેગ અને ફાઈલની ચોરી કરી લીધી હતી. બપોરના સાડા બાર વાગ્યાથી બે વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. તે બેગમાં કપડા અને રૂા.૧૮ હજાર રોકડા પડ્યા હતા અને હોસ્પિટલની એક ફાઈલ પણ પડી હતી. તેને દરવાજાનો કાચ ફોડી કોઈ શખ્સ ઉઠાવી ગયો હતો.
ઉપરોક્ત ચોરીની યાદવ નગર પાસે લક્ષ્મીનગરમાં રહેતા પ્રવીણભાઈ ભોજાભાઈ નંદાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના માસાની મોટરમાંથી ચોરી થઈ હતી. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯, ૪૨૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial