Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી જાન્યુઆરી ૧૯૯૧ પછી જન્મેલા ઉમેદવારો ભાગ લઈ શકશે
રાજકોટ તા. ૧રઃ સમગ્ર લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક ઉમેદવારો માટે ઘણાં વર્ષોથી વેવિશાળ માહિતી આદાન-પ્રદાન કરતી સંસ્થા રઘુકુળ મેરેજ બ્યુરો ૩-ભીડભંજન શેરી, દાણાપીઠ પાસે, ચોખાવાલા ચેમ્બર સામે, રાજકોટની ઓફિસેથી દર રવિવારે સવારે ૧૦-૩૦ સંસ્થા દ્વારા તા.૧૭ ને રવિવારે બ૫ોરે ૩ થી ૮ દરમ્યાન કે.કે. ઈન્ટરનેશનલ હોટલ, કોટેચા ચોકમાં ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, માસ્ટર ડીગ્રી, સી.એ., ડોકટર ઉમેદવારો માટે એક પરિચય સંમેલનનું નિઃશુલ્ક આયોજન છે.
પરિચય સંમેલન અંગે માહિતી આપતા રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન જણાવે છે કે, આ પરિચય સંમેલનમાં તા. ૧-૧-૧૯૯૧ પછીની જન્મ તારીખ હોય તેવા ઉમેદવારો જ ભાગ લઈ શકશે. મીનીમમ અભ્યાસ, ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. ૧પ૦ દીકરા તેમજ ૧પ૦ દીકરીઓ માટેનું આયોજન હોઈ ડોકટર, સી.એ., એડવોકેટ, એમબીએ,, એન્જિનિયર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
તા. ૧૭ ને રવિવારે સાંજે ૪ વાગ્યે શાર્પ રજીસ્ટ્રેશન માટે હાજર રહેવું સ્ટેઈજ પ્રોગ્રામ કે કોઈપણ મહેમાનોની સ્પીચ ન હોઈ પ્રોગ્રામ શાર્પ ૪-૩૦ વાગ્યે શરૂ થઈ જશે. બાયોડેટાની પ-કલરફુલ ઝેરોક્ષ કોપી આપ્યા પછી જ રજીસ્ટ્રેશન થઈ શકશે. ફકત ગ્રુપ મિટિંગ દ્વારા પારિવારિક ગેટ ટુ ગેધર રહેશે. એક જ પેઈઝમાં ફોટા સાથેની બાયોડેટા તા. ૧૪ સુધીમાં વોટ્સએપ નંબર ૯૮ર૪ર ૧૧૧પર ઉપર મોકલી આપવાની રહેશે. ગ્રાઉન્ડ માટે કે.કે. હોટલના કિરીટભાઈ કુંડલીયા અને કાર્તિકભાઈ (રાજાભાઈ) નો સહયોગ મળેલ છે.
પરિચય સંમેલનને સફળ બનાવવા માટે ચેરમેન અશોકભાઈ કુંડલીયાના માર્ગદર્શન હેઠળ લક્ષ્મીદાસભાઈ જોબનપુત્રા, રાજુભાઈ જોબનપુત્રા, મુકેશભાઈ તન્ના, મોન્ટુભાઈ અનડકટ, આશીષભાઈ પુજારા, હર્ષભાઈ મજીઠીયા, નવીનભાઈ જોબનપુત્રા, રમેશભાઈ દાસાણી, નિલમબેન કારીયા, ફાલ્ગુનીબેન હિંડોચા, ધારાબેન કુંડલીયા, જાનવીબેન કુંડલીયા, નિલેશભાઈ રૂપારેલીયા, મનભાઈ (સપનાના વાવેતર) ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial