Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સહિત ૬ રાજ્યની ચર્ચા થઈઃ
નવી દિલ્હી તા. ૧રઃ ગઈકાલે કોંગ્રેસ સીઈસીની બેઠકમાં ૬ રાજ્યોની ૬ર બેઠકો પર ચર્ચા પછી આજે બીજી યાદી જાહેર થઈ શકે છે. આ બેઠકમાં રાજસ્થાનની ૧૩, મધ્યપ્રદેશની ૧૬, ઉત્તરાખંડની પ, ગુજરાતની ૧૪, આસામની ૧૩ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવની એક બેઠક પર ચર્ચા થઈ હતી, જેમાં ૪૦ બેઠકના ઉમેદવારો નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બીજી બેઠક ગઈકાલે યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ૬ રાજ્યોની ૬ર બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી લગભગ ૪૦ બેઠકોને મંજુરી આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. આ યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથનું નામ સામેલ થઈ શકે છે. રાજસ્થાનની જાલોર-સિરોડી બેઠક પરથી વૈભવ ગેહલોતના નામને મંજુરી આપવામાં આવી છે, જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાન તેમના વર્તમાન સંસદીય ક્ષેત્ર ચુરૂથી ચૂંટણી લડશે.
સૂત્રોએ જણાવ્યું કે, હરિશ મીણાને ટોંક સવાઈ માધોપુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ અશોક ગેહલોત, સચિન પાયલોટ, જિતેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ અને કમલનાથ લોકસભા ચૂંટણી નહીં લડે. આ બેઠકમાં રાજસ્થાનની ૧૩, મધ્યપ્રદેશની ૧૬, ઉત્તરાખંડની પ, ગુજરાતની ૧૪, આસામની ૧૩ અને કેન્દ્રાશાસિત પ્રદેશ દમણ-દીવની એક બેઠક પર ચર્ચા થઈ હતી. દિલ્હી પર કોઈ ચર્ચા થઈ નથી.
આ ઉપરાંત સોમવારે યુપીની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ યોજાઈ હતી. જ્યાંથી તેઓ સીઈસી પાસે આવશે ત્યારે નામો પર ચર્ચા કરવામાં આવશે. આગામી બેઠક ૧પ માર્ચે યોજાઈ શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સંબંધિત રાજ્યોના સીઈસી, પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓ સામેલ અન્યા ઘણાં નેતાઓએ હાજરી આપી હતી.
જો કે, આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાજરી આપી ન હતી. આ બેઠકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત અને દમણ-દીવ માટે ૬ર ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી ૪૦ જેટલા નામોને મંજુરી આપવામાં આવી હતી. કોંગ્રેસે શુક્રવારે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણાં વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.
રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવા અંગે પાર્ટી દ્વારા કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, જો કે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીથી ચૂંટણી લડવી જોઈએ. આ મુદ્દે હજુ અંતિમ નિર્ણય લેવાયો નહીં હોવાનું પણ સૂત્રો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial