Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની સુવિધા માટે
રાજકોટ તા. ૧રઃ મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે ખાસ ભાડા પર હાપા-નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
ટ્રેન નં. ૦૯પરપ હાપા-નાહરલાગુન સ્પેશિયલ ર૦ મી માર્ચ, ર૦ર૪, બુધવારના રાત્રે ૧ર-૪૦ કલાકે હાપાથી ઉપડશે અને શુક્રવારે ૧૬ કલાકે નાહરલાગુન પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯પર૬ નાહરલાગુન-હાપા સ્પેશિયલ ર૩ માર્ચ, ર૦ર૪ શનિવારના સવારે ૧૦ કલાકે નાહરલાગુનથી ઉપડશે અને મંગળવારે રાત્રે ૧ર-૩૦ કલાકે હાપા પહોંચશે.
આ ટ્રેન રાજકોટ, વાંકાનર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, શાજાપુર, બિવરા રાજગઢ, રૂથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ વચ્ચે બન્ને દિશામાં દોડશે. જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુ સરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બરસોઈ, કિશનગંજ, ન્યુ જલપાઈગુડી, ન્યુ કૂચ બિહાર,કોકરાઝાર, ન્યુ બોંગાઈગાંવ, બરપેટા રોડ, રંગિયા, ઉદલગુરી, ન્યુ મિસામારી, રંગપરા ઉત્તર અને હરમુતી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ કોચ હશે.
ટ્રેન નં. ૦૯પરપ નું બુકીંગ ૧ર માર્ચ ર૦ર૪ થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial