Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલાચડીમાં યુવતીની પજવણી કરાયાની રાવઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી ચમન સોસાયટીમાં પાણી ભરવા ગયેલી એક સગીરા પર એક શખ્સે નિર્લજ્જ હુમલો કરી દેતાં તે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે બે સપ્તાહ પૂર્વે બાલાચડીમાં એક દરગાહે ઉર્ષના કાર્યક્રમમાં આવેલી યુવતીની પજવણી કરાયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રી પોતાના ઘરેથી કાલાવડ નાકા બહાર આવેલી ચમન સોસાયટીમાં વસવાટ કરતા હારૂન ફકીર નામના શખ્સના મકાને પાણી ભરવા ગઈ હતી.
આ વેળાએ હારૂને તે સગીરા પર કુદ્રષ્ટિ કરી તેણીને બાથ ભરી લીધી હતી. બળપૂર્વક દબાવી દીધી હતી. આ સગીરાએ બૂમાબૂમ કરતા હારૂન નાસી ગયો હતો. પોતાના ઘેર પહોંચેલી સગીરાએ પરિવારને તેની જાણ કર્યા પછી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સિટી-એ ડિવિઝન પીઆઈ એન.એ. ચાવડાએ હારૂન ફકીર સામે આઈપીસી ૩૫૪ (એ), ૩૫૪ (બી), પોક્સો એક્ટની કલમ ૭, ૮ હેઠળ નોંધાયેલા ગુન્હાની તપાસ શરૂ કરી છે.
જામનગરથી જોડિયા વચ્ચે આવેલા બાલાચડી ગામ પાસે યાકુબશા પીરની દરગાહે યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં એક યુવતી ગઈ તા.૨૬ના દિને પરિવાર સાથે આવી હતી. તે યુવતીની પાછળ મોટરસાયકલ લઈને ધસી ગયેલા જામનગર તાલુકાના સચાણા ગામના સલીમ અબ્દુલ ગાધ નામના શખ્સે નિર્લજ્જ હુમલો કરી તે યુવતીની પજવણી કરી હતી. આ બાબતની જોડિયા પોલીસ મથકમાં ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આઈપીસી ૩૫૪ (ડી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial