Advertisement
Author: નોબત સમાચાર

રમઝાનમાં રાત્રે વેપાર ધંધા માટે ખૂલ્લા રહેવા દેવા અંગે પો. ઈન્સ.ને રજુઆત

જામનગરના પાંચહાટડી વિસ્તારના વેપારીને

જામનગર તા. ૧૨ઃ રમઝાન માસ દરમ્યાન જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં રેકડી-દુકાનો મોડી રાત્રિ સુધી ખૂલ્લી રાખવા માટે મંજુરી આપવાની માંગ સાથે સિટી એ ડિવિઝનના પો.ઈન્સને જામનગરના કોંગ્રેસના કોર્પોરેટ, એડવોકેટ જેનબબેન ખફીએ રજુઆત કરતા જણાવ્યું કે રમઝાન માસ આગામી દિવસોમાં શરૂ થનાર છે. આથી પાંચ હાટડી વિસ્તારના રેંકડી અને દુકાન ધારકોને મોડી રાત્રિ સુધી વેપાર ધંધા માટે ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવે.

પોલીસ દ્વારા પણ યોગ્ય સાથ સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. આ રજુઆત સમયે જેનબબેન ખફી સાથે સૈયદ જમાતના અગ્રણી સૈયદ ઈમ્તીયાઝ બાપુ, સુન્ની મુસ્લિમ પટણી જમાતના પ્રમુખ હાજી જુસબભાઈ ખુરેશી, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રશીદભાઈ લુશવાલા, ટ્રસ્ટી મુન્નાભાઈ બાદશાહ, આરિફભાઈ મંઘરા, કસાઈ જમાતના અગ્રણી સાજીદભાઈ કસાઈ, અમીનભાઈ પટેલ, બાબરભાઈ, અલ્તાફભાઈ મેમણ, જાકિરભાઈ પંજા, યાકુબભાઈ જુવારીયા, હનિફભાઈ ઉપરાંત પાંચ હાટડી વિસ્તારના વેપારીઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh