Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકાદ મહિના પહેલાં નડ્યું હતું એેક્સીડન્ટઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના હરીયા કોલેજ રોડ પર એક સોસાયટીમાં રહેતા પટેલ યુવાનનું અઢી મહિના પહેલા તબીયત બગડ્યા પછી સારવારમાં લઈ જવાયા ત્યાં મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકના પિતરાઈ ભાઈનું નિવેદન નોંધ્યું છે. મૃતકને એકાદ મહિના પહેલા અકસ્માતે ઈજા થઈ હતી અને હાથ-પગમાં પ્લાસ્ટર આવ્યા હતા.
જામનગરના હરીયા કોલેજ રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં કાલિંદી સ્કૂલ નજીક વસવાટ કરતા સંજયભાઈ જમનભાઈ પાંભર નામના ૪૭ વર્ષના પટેલ યુવાન ગઈ તા.૨૮ ડિસેમ્બરની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ યુવાનની તબીબોએ સારવાર શરૂ કરી તે પછી સંજયભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકના કાકાના દીકરા ક્રુપેશભાઈ દીનેશભાઈ પાંભરનંુ નિવેદન નોંધ્યું છે. મૃતક સંજયભાઈને બનાવ પહેલાં એકાદ મહિના પહેલા વાહન અકસ્માતમાં હાથ તથા પગમાં ઈજા થઈ હતી. તેઓને પ્લાસ્ટર લગાવવામાં આવ્યા હતા. તે પ્લાસ્ટર બે દિવસ પછી ખોલવાના હતા તે દરમિયાન ૨૮ ડિસેમ્બરની રાત્રે સંજયભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial