Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોભાયાત્રાને લોખંડી સુરક્ષા કવચઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
જામનગર તા. ૧૨ઃ છોટીકાશીમાં આ વખતે યોજાયેલી ૪૩ મી શિવ શોભાયાત્રામાં જામનગર જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓએ આશુતોષ સ્વરૂપ મહાદેવની રજત મઢીત પાલખી ઊંચકીને ધન્યતા અનુભવી હતી, અને પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઊંચકીને પહોંચ્યા હતાં અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.
જામનગરના જિલા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા શોભાયાત્રાને લોખંડી સુરક્ષા કવચ પૂરૃં પાડવામાં આવ્યું હતું અને વિશાળ પોલીસ કાફલો શોભાયાત્રાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી જોડાયેલો રહ્યો હતો. તેમજ જિલ્લા પોલીસવડાએ શિવ શોભાયાત્રાના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી. જામનગરના શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર શારડા, સિટી 'એ' ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા, સિટી 'બી' ડિવિઝનના પી.આઈ. એચ.પી. ઝાલા, એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન. ચૌધરી, તેમજ સિટી 'એ' અને 'બી' ડિવિઝનના પી.એસ.આઈ. તથા બન્ને પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઊંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતાં અને અનેક શિવભક્તો આ અનન્ય નઝારો નિહાળીને આનંદીત થયા હતાં. પોલીસ અધિકારી-કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની પાલખી ઊંચકીને ધન્યતા અનુભવી હતી. જેથી છોટીકાશીનું બિરૂદ પામેલું જામનગર હકીકતમાં શિવનગરી બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial