Advertisement
Author: નોબત સમાચાર

પટ્ટણીવાડ પાસે વ્હાઈટ હાઉસમાંથી ઝડપાઈ વીજચોરીઃ ૫ લાખનું આકારણી બીલ અપાયું

પોલીસની બાતમી પરથી વીજ કંપનીએ ચેકીંગ કરતા ઝડપાઈ વીજચોરીઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં દસેક મકાનમાં વીજ મીટર ન હોવા છતાં ત્યાં વીજ વપરાશ થતો હોવાની બાતમી પરથી પોલીસે વીજ કંપનીને જાણ કર્યા પછી ત્યાં ચેકીંગ કરાતા દસ મકાનમાંથી વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. તેમાં વસવાટ કરતા આસામીઓ નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજજોડાણ મેળવી વીજળી વાપરતા હતા. ત્યાં રોજકામ કર્યા પછી રૂા.પ લાખનું પુરવણી બીલ ફટકારાયું છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડમાં વ્હાઈટ હાઉસ નામના મકાનમાં વીજળીનંુ જોડાણ મેળવવામાં ન આવ્યું હોવા છતાં ત્યાં આવેલા દસેક મકાનોમાં બેફામ રીતે વીજ વપરાશ થતો હોવાની બાતમી પેટ્રોલિંટમાં રહેલા સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાને મળતા તેઓએ આ સ્થળે વીજ ચેકીંગ કાર્યવાહી માટે સિટી ડીવાયએસપી જે.એમ. ઝાલાને વાકેફ કર્યા હતા. તે પછી પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી.

ત્યારપછી ગઈકાલે બપોરે પીજીવીસીએલની ટૂકડી ધસી આવી હતી. તેની સાથે પીઆઈ એન.એ. ચાવડા તથા પોલીસ કાફલો વ્હાઈટ હાઉસ નજીક પહોંચ્યો હતો જ્યાં પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ચેકીંગ કરાતા ત્યાં દસેક મકાનમાંથી વીજચોરી મળી આવી છે. આ મકાનોમાં વીજજોડાણ મેળવવામાં ન આવ્યું હોય ત્યાં મીટર ન હતા પરંતુ નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજ જોડાણ મેળવી વીજળીનો વપરાશ કરાતો હોવાનું બહાર આવ્યું હતું.

થાંભલા પરથી ડાયરેક્ટ કરવામાં આવેલા છેડા કાપી નાખી વીજ કંપનીના અધિકારીઓએ રૂા.પ લાખનું પુરવણી બીલ ફટકાર્યું છે. પીજીવીસીએલ તથા પોલીસની સંયુક્ત કાર્યવાહીથી વીજચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh