Advertisement
Author: નોબત સમાચાર

દરિયામાંથી ઝડપાયેલી બોટ કાંઠે લાવવામાં આવ્યા પછી સળગીને ખાખ

કોઈ રીતે ભભૂકેલી આગે બોટને કરી ભસ્મીભૂતઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે સપ્તાહ પહેલાં શંકાસ્પદ હિલચાલ કરતી એક બોટને દબોચી લીધી હતી. તે બોટને કાંઠે લાવવામાં આવ્યા પછી તેમાં કોઈ રીતે આગ ભભૂકતા બોટ ખાખ થઈ ગઈ હતી. મધ દરિયેથી કેટલીક બોટોમાં ગેરકાયદે ડીઝલ ભરી લાવવાના આચરાતા કૌભાંડમાં આ બોટ પણ સંડોવાઈ હોવાની આશંકા સેવાતી હતી જેમાં તે બોટ સળગી હતી. દરમિયાન તેમાં આગ લાગી હતી.

જામનગર-ખંભાળિયા વચ્ચેના દરિયાકાંઠા પર આવેલા સિક્કા તેમજ વાડીનારના દરિયામાંથી કોસ્ટગાર્ડે એક બોટ પકડી પાડી હતી. નવસારીની આ બોટમાં તેનું નામ બદલાવી નખાયું હોવાનું જણાઈ આવ્યું હતું.

આ બોટમાં ડીઝલ ચોરી કરાતી હોવાની આશંકા સેવાઈ રહી હતી. તે પછી બોટને કાંઠે લાવવામાં આવી હતી. જેમાં કઈ રીતે આગ ભભૂકી ઉઠતા બોટ સળગીને ખાખ થઈ ગઈ હતી. નવસારીની આ બોટનું નામ બદલાવીને ઓખાની એક બોટનું નામ આપી દેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સપ્તાહ પહેલાંના આ બનાવમાં આગ કઈ રીતે લાગી તે વિષય ભેદી બની રહ્યો છે. જાણવા મળ્યા મુજબ ખાડીના દેશોમાંથી ડીઝલ ભરીને આવતા જહાજોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ મેળવી તેને કાંઠે લાવીને વેચવાનો કાળો કારોબાર લાંબા સમયથી ફૂલીયો ફાલ્યો છે. તેમાં આ બોટ પણ ડીઝલની હેરાફેરી કરતી હોવાની આશંકા સેવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh