Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રનો પ્રારંભઃ શ્રમિકોની આરોગ્ય તપાસણી

ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે

જામનગર તા. ૧રઃ રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જામનગર કચેરી દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. હાલમાં જામનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં કુલ ૧૦ કડિયાનાકા પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્ર કાર્યરત છે. જેમાં તા. ૧૧ માર્ચના મહાપ્રભુજીની બેઠક પાસે, કાલાવડ રોડ, જામનગર શહેરમાં નવા ૧ કેન્દ્રનું જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ ધન્વન્તરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની આરોગ્ય તપાસણી કરાઈ હતી.

કાર્યક્રમના અંતે લાભાર્થીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, ૧૦૦ જેટલા બાંધકામ શ્રમિકો, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જામનગર કચેરીના સ્ટાફગણ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh