Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકાદ કરોડની સત્યાવીસ હજાર ચો.મી. જગ્યા ખાલીઃ
ખંભાળિયા તા. ૧૨ઃ ખંભાળિયાના સલાયામાં વર્ષાેથી એક રેલવે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા પછી ત્યાં નવી રેલવે લાઈન શરૂ કરવાની તજવીજ વચ્ચે વર્ષાેથી ખડકાયેલા દબાણો હટાવવા ગઈકાલે વહીવટી તંત્ર અને પોલીસે ઓપરેશન ડિમોલિશન શરૂ કર્યું હતું. જેમાં કાચા-પાકા ૫૪ મકાન જમીનદોસ્ત કરાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં પીસ્તાલીસેક વર્ષથી બંધ રહેલા રેલવે સ્ટેશનના કારણે રેલવે વિભાગની જગ્યામાં કાચા-પાકા મકાનો બની ગયા હતા. તે દબાણો હટાવવા માટે રેલવે વિભાગે હલચલ શરૂ કરી હતી.
આ રેલવે સ્ટેશન પાસેની રેલવે લાઈન શરૂ કરવાની તજવીજ ચાલુ છે ત્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડે. કલેક્ટર કે.કે. કરમટા તથા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રેવન્યુ તથા પોલીસ વિભાગે ઓપરેશન ડિમોલિશન શરૂ કર્યું હતું. જેસીબી તથા હિટાચી મશીનથી સવારથી માંડી સાંજ સુધીમાં ૫૪ જેટલા કાચા-પાકા મકાન દૂર કરાયા હતા. જેના પગલે રેલવેની રૂપિયા એકાદ કરોડની ૨૭ હજાર ચોરસ મીટર જગ્યા ખૂલી થઈ છે.
ગઈકાલે સાંજે ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સર્કલ ઈન્સ્પેક્ટર નિમાવત, સલાયાના ઈન્ચાર્જ પીઆઈ વી.એન. સીંગરખીયા, ચીફ ઓફિસર અમિત પંડયા સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial