Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ પોલીસ તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્તઃ દ્વારકા જિલ્લાના જવાનોને અપાશે તાલીમ

રેન્જ આઈ.જી.- એસ.પી.ના પ્રયાસોથી મંજુર થયેલા

દ્વારકા તા. ૧રઃ યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ પોલીસ તાલીમ કેન્દ્રનું ખાતમુહુર્ત કરાયું હતું.

દેશભરમાં સૌથી વધુ ૧૬૦૦ કિમી દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં સૌથી વધુ ર૩પ કિમી લંબાઈ ધરાવતો દરિયા કિનારો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. આ ઉપરાંત પાકિસ્તાની જળસીમાથી નજીક તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી નજીક હોવા ઉપરાંત અહીં દ્વારકા, બેટ, દ્વારકા, નાગેશ્વર, હર્ષદ સહિતના તીર્થક્ષેત્રો તેમજ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ જેવા દર્શનીય સ્થળો ધરાવતો પ્રવાસીઓથી તથા યાત્રાળુઓથી ધમધમતો દરિયાઈ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય આ વિસ્તારમાં ગેરકાયદે દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આધુનિક યુગના પડકારોને પહોંચી વળવા પોલીસને આધુનિક તાલીમ મળી રહે તે હેતુ અગ્રિમ પગલું ભરતા રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સંયુકત પ્રયાસથી પોલીસ તેમજ નયારા એનર્જીના સહયોગથી પ્રોજેકટ એકસેલ હેઠળ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ પોલીસ તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે થનાર તમામ પડકારોનો સામનો કરવા તેમજ પોલીસ જવાનોને અદ્યતન સુવિધા સાથે તાલીમબદ્ધ અને કાર્યક્ષમ રહે તેનું મહત્ત્વ જોતાં પોલીસ જવાનોને આધુનિક ઢબે ટ્રેનીંગ આપી કાર્યક્ષમતા વધારવા સાથે એલર્ટ સામે સરળતાથી કામગીરી કરી શકે તે હેતુ રાજકોટ રેન્જ આઈ.જી. તથા જિલ્લા પોલીસ વડા દ્વારા ગૃહ વિભાગ સાથે સંકલન સાધી મંજુરી મેળવી હતી. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને અપડેટ કરવા દ્વારકાના હાથી ગેઈટ નજીક ર૦,૦૦૦ ચો.મી. જગ્યા જિલ્લાના પૂર્વ કલેકટર દ્વારા ફાળવણી કરેલ હોય જે જગ્યા પર નયારા એનર્જીના સહયોગથી શ્રી દ્વારકાધીશ પોલીસ ટ્રેનીંગ સેન્ટરની નિર્માણાધીન ઈમારત માટે ખાતમુહૂર્ત કરાયું હતું. ઈમારતનું નિર્માણ થયે જિલ્લા પોલીસને વિશેષ રીતે આધુનિક ટ્રેનીંગ આપી તેમની કાર્યક્ષમતા, કૌશલ્યતા, આવડતને ટેકનોલોજીના ઉપયોગથી વધુ સુદ્રઢ બનાવવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh