Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકઅદાલતમાં ૯૯૧૭ કેસનો આવ્યો નિવેડો

બંને જિલ્લામાં રૂા.૫૦ કરોડ જેટલી રકમ ચૂકવવા હુકમઃ

જામનગર તા. ૧૨ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નેશનલ લોકઅદાલતને સફળતા પ્રાપ્ત થઈ હતી. જામનગરમાં મુકવામાં આવેલા ૧૫,૭૪૨ કેસમાંથી ૭૦૦૪નો નિવેડો આવ્યો હતો. જ્યારે દ્વારકા જિલ્લામાં ૨૯૧૩ કેસ પૂર્ણ થયા હતા. બંને જિલ્લામાં અનુક્રમે રૂા.૨૬ કરોડ ૧૩ લાખ અને ૨૪ કરોડ ૨૩ લાખ ઉપરાંતની રકમ ચૂકવવા હુકમ થયો હતો.

જામનગરમાં શનિવારે નેશનલ લોકઅદાલતમાં યોજવામાં આવી હતી. જેમાં પ્રિ-લિટીગેશનના ૭૩૬૫ કેસ રજૂ કરાયા હતા. તેમાંથી ૩૪૩૯ કેસનો નિકાલ આવ્યો હતો. અન્ય ૧૦૫૫ કેસમાં સમાધાન સધાયું હતું. સ્પે. સીટીંગના ૪૦૧૬ કેસમાંથી ૨૫૧૦ કેસનો નિકાલ આવ્યો હતો. આમ, કુલ ૧૫૭૪૨ કેસમાંથી ૭૦૦૪ કેસ પૂર્ણ થયા હતા અને રૂા.૨૬ કરોડ ૧૩ લાખ ૫૦૧૮૧ ચૂકવવા આદેશ થયો હતો.

તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકઅદાલતમાં પણ ૨૯૧૩ કેસનો નિવેડો આવ્યો હતો. તે જિલ્લામાં પેન્ડીંગ રહેલા કેસમાંથી ૧૯ ટકા ઉપરાંત કેસ ઘટી જવા પામ્યા હતા. ત્યાંની લોકઅદાલતમાં રૂા.૨,૮૧,૭૫,૫૯૯ ચૂકવવા હુકમ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh