Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાલિસ્તાન ગેન્ગસ્ટર લિન્ક કેસમાં
ચંદીગઢ તા. ૧રઃ ખાલિસ્તાન લિન્ક કેસમાં આજે એનઆઈએ દ્વારા ચાર રાજ્યો અને ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ખાલિસ્તાન ગેંગસ્ટર લિન્ક કેસમાં એનઆઈએ એ ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા છે. એનઆઈએ એ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠ-ગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી પંજાબના મોગામાં પણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. એનઆઈએની સાથે મોગા પોલીસ પણ હાજર છે. એનઆઈએની ટીમ મોગાના હલકા નિહાલસિંહ વાલાના બિલાસપુર ગામમાં તપાસ કરી રહી છે.
અગાઉ સપ્ટેમ્બર ર૦ર૩ માં પણ એનઆઈએ એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠ-ગાંઠ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. એનઆઈએ એ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં લગભગ પ૧ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. એનઆઈએ એ આ કાર્યવાહી આતંકવાદીઓ, ગેંગસ્ટર અને ડ્રગ ડીલરો વચ્ચે સાંઠગાંઠ સંબંધિત ૩ કેસમાં કરી હતી.
સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન એનઆઈએની ટીમ પંજાબમાં સૌથી વધુ ૩૦ સ્થળોએ પહોંચી હતી. આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૩, હરિયાણામાં ૪, ઉત્તરાખંડમાં ર, દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં ૧-૧ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. એનઆઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર વિદશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડીંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડીંગ ચેઈનને ખતમ કરવા એનઆઈએની કાર્યવાહી ચાલી રહી છે.
એનઆઈએ દ્વારા લગભગ પાંચ મહિના પહેલા જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોરેન્સ બિશ્નોઈ, બંબિહા ગેંગ અને અર્શ ડલ્લા ગેંગના સભ્યો સાથે જોડાયેલા હતાં. એનઆઈએની ટીમ દિલ્હીના ભીમા પોલીસ સ્ટેશન રોડી પહોંચી હતી.અહીં યાદવિંદર ઉર્ફે જશનપ્રીતના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જે વ્યવસાયે બાઉન્સર છે. યાદવિંદરના ખાતામાં વિદેશથી ફંડીંગ આવ્યું હતું. તેના ફોન પરથી વિદેશમાં કોલ પણ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial