Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સ્થાનિક /     વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગયા અઠવાડિયે શેરબજારમાં સતત ઘટાડા પછી, સોમવારે ના રોજ થોડી તેજી જોવા મળી રહી છે. એશિયન શેરોમાં વધારો થયો હતો. ક્રિસમસ સપ્તાહના પહેલા દિવસે નિફ્ટી અને સેન્સેક્સ ઉછાળા પર ખુલ્યા હતા,સેન્સેક્સ ૫૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૭૫ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪૧ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૭૬૦ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૩૦ પોઈન્ટની ઉછાળા સાથે ૫૧૨૮૯ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.

અમેરિકામાં નવા વર્ષમાં વ્યાજ દર કાપ ધીમો પડવાના સંકેત, વિદેશી ફંડ મેનેજરોની નાતાલ પૂર્વે સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ શેરબજારમાં ચાલુ સપ્તાહના પાંચ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સમાં ૪૦૯૧ પોઈન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાં પણ આ સમય દરમિયાન રૃા. ૧૮ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે. ગયા અઠવાડિયે બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટીએ માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં ૧૧૦૦થી વધુ પોઈન્ટ ઘટાળો થયો હતો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી, ઈન્ડીગો, ગ્રાસીમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સેન, ટોરેન્ટ ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ, ઈન્ફોસીસ,અ ેચડીએફસી બેન્ક, સન ફાર્મા, હવેલ્લ્સ, બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ટોરેન્ટ ફાર્મા, એસીસી, મહાનગર ગેસ, લ્યુપીન, વિપ્રો, સન ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, સિપ્લા, બાટા ઇન્ડિયા, અદાણી પોર્ટસ જેવા શેરો ઘટાડો થયો છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૦૯% વધીને અને નેસ્ડેક ૦.૯૩% વધીને સેટલ થયા હતા.

બીએસઈમાં સોમવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૬ અને વધનારની સંખ્યા ૭૫૬ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા... મિત્રો, નાતાલ પૂર્વે અને ખાસ વિદેશી ફંડ મેનેજરો ક્રિસમસ વેકેશન પર જતાં પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં દરેક એસેટ ક્લાસમાં અણધાર્યો કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક શેર બજારો, બિટકોઈન, સોના-ચાંદી સહિતમાં ધબડકા સાથે આજે અનેક લોકોની સમજ બહાર ભારતીય શેર બજારોમાં મોટી મંદીની શરૃઆત થઈ હોઈ એમ સેન્સેક્સ, નિફટીએ દરેક સપોર્ટ લેવલ ગુમાવતા જોવાયા હતા.

વર્ષ ૨૦૨૪નો અંત વિશ્વ બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અણધારી મોટી ઉથલપાથલનો નીવડી રહ્યો છે. ડિસેમ્બરના અંતે તેજીની અપેક્ષાથી વિપરીત ગત અઠવાડિયામાં જે પ્રકારે શેરોમાં કડાકા બોલાવાયા છે એ અણધાર્યા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરોમાં અવિરત ઐતિહાસિક-વિક્રમી તેજીના નવા શિખરો બજાર સર કરી રહ્યું હતું અને સેકડા બદલી રહ્યું હતું, એ જ રીતે અત્યારે ભારતીય શેર બજારોમાં શરૃ થયેલા મોટા કરેકશનમાં કડાકા સાથે બજાર નવા તળીયાની શોધમાં નીકળ્યું છે. પાછલા દિવસોમાં બેરોકટોક, તેજીના અતિરેક સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે બેફામ ભાવો વધતાં અને વેલ્યુએશન કંપનીઓના વાસ્તવિક ફંડામેન્ટલથી વધુ ખર્ચાળ બનત ું જોવાયું હતું, એ હવે વાસ્તવિકતા તરફ ધસતું જોવાઈ રહ્યું છે.  રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી વહેતા અવિરત રોકાણ પ્રવાહ અને મોટો યુવા વર્ગ મળ્યા ભાવે શેરો ખરીદવાની દોટ મૂકતો જોવાયો હતો અને એના કારણે તેજીની ગતિ, અતિની બની હતી.આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર  ચઢાવ જોવાઈ શકે છે.

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૃા.૭૬૩૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૭૬૪૧૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૭૬૨૮૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૭ પોઈન્ટના ઘટાળા સાથે રૃા.૭૬૩૫૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે માર્ચ સિલ્વર રૃા.૮૮૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૮૯૦૧૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૮૮૭૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૦૧ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૮૮૯૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૃખ...

ટાટા કોમ્યુનિકેશન (૧૭૦૬) ઃ ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા.૧૬૯૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૃા.૧૬૮૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા.૧૭૧૭ થી રૃા.૧૭૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

સન ફાર્મા (૧૭૯૭) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા.૧૭૮૧ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૃા.૧૭૭૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા.૧૮૦૮ થી રૃા.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ગ્લેનમાર્ક ફાર્મા (૧૫૪૭) ઃ ૧૫૩૩ નો પ્રથમ તેમજ રૃા.૧૫૨૧ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૧૫૬૦ થી રૃા.૧૫૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

એક્સીસ બેન્ક (૧૦૮૦) ઃ પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૃા.૧૦૯૩ થી રૃા.૧૧૧૧ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૃા.૧૦૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (૮૧૭) ઃ રૃા.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા.૮૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પીએસયુ બેન્ક ના આ સ્ટોકમાં તેજી તરફી રૃા.૮૨૨ થી રૃા.૮૩૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh