Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૧ થી ૨૮-૧૧-૨૪ દરમિયાન
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયાના જાણીતા અગ્રણી લોહાણા વેપારી તથા પૂર્વ પાલિકા પ્રમુખ જયેશભાઈ ગોકાણી પરિવાર દ્વારા સ્વ. મણીલાલ થાવરદાસ ગોકાણી, સ્વ. ગોદાવરીબેન ગોકાણી તથા ગોકાણી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા. ૨૧-૧૧ થી ૨૮-૧૧-૨૪ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. આ સપ્તાહના વ્યાસાસને શાસ્ત્રી ચંદ્રેશભાઈ પોરબંદરવાળા બિરાજશે.
તા. ૨૧-૧૧ના દેહશુદ્ધિ સ્થાપન પૂજન, પોથી યાત્રા તથા ભાગવત મહાત્મ્ય, ૨૨-૧૧ના કપીલ પ્રાગટ્ય, ૨૩-૧૧ના જડભરત ચરિત્ર, ૨૪-૧૧ના પ્રહલાદ ચરિત્ર, નૃસિંહ પ્રાગ્ટય, ૨૫-૧૧ના શ્રીરામ પ્રાગ્ટય, વામન પ્રાગ્ટય, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ૨૬-૧૧ના શ્રી ગોવર્ધન ઉત્સવ, ૨૭-૧૧ના રૂક્ષમણિ વિવાહ તથા ૨૮-૧૧ના પરીક્ષીત મુક્તિ, ભાગવત હુંડી સાથે કથા પૂર્ણાહુતિ થશે.
જુની લોહાણા મહાજન વાડી, ખંભાળીયામાં સવારે ૯ થી ૧૨ તથા સાંજે ૪ થી ૭ કથા શ્રવણ થશે તથા ૨૬-૧૧ના સાંજે લોટી ઉત્સવ તથા માળા પહેરામણીમાં પોરબંદરના પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વસંત રાયજી મહારાજ પધારશે તથા ૨૪-૧૧ના રાજુભાઈ ભટ્ટ, નિરૂબેન દવે, અવધભાઈ ભટ્ટ જુનાગઢ કલાવૃંદનો કાર્યક્રમ તથા ૨૬-૧૧ના રાત્રે રાજુભાઈ ગઢવી ગ્રુપનો લોકડાયરો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial