Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગર તા. ૧૫-૧૧-૨૦૨૪ ને શુક્રવારના લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલા શ્રી કટારીયાવારા વાછરાદાદાના મંદિરે નગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુકત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ છપ્પનભોગ અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસે સાંજે દાદાની બાવનગજની ધ્વજા ચડાવવામાં આવશે. રાત્રે આવતા તમામ દર્શનાથી માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે તેમજ મંડળ દ્વારા રાત્રે ૧૦-૩૦ કલાકેથી સવાર સુધી માતાજીના ઓરીજીનલ દેશી ગરબા, દુહા, છંદ, વાછરાદાદાના લગ્નગીત, મંગળીયા તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભુવાઓ પધારશે અને વાછરાદાદાની ગાદી શોભાવશે. કાર્યક્રમમાં જવા માટેનું મંડળનું વાહન (નિઃશુલ્ક) સાંજે ૪ વાગ્યે વિકટોરીયા પુલના છેડે, જિલ્લા સેવા સદન-૪ પાસે આવેલ હઠીલા હનુમાનજીના મંદિરેથી ઉપાડવામાં આવશે. જે ભાવિકોને દર્શનનો લાભ લેવાની ઈચ્છા હોય તેમને સમયસર સ્થળ પર હાજર રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial