Advertisement
Author: નોબત સમાચાર

આધારકાર્ડ માટે પોસ્ટ ઓફિસમાં દરરોજ લાગતી લાંબી કતારો

વધુ આધારકાર્ડ કેન્દ્રો શા માટે શરૂ થતા નથી! લોકોને ભારે મુશ્કેલી

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દરરોજ કરોડો-અબજો રૂપિયાના વિવિધ ક્ષેત્રના વિકાસકામોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે પણ.. દેશના દરેક નાગરિકને કોઈપણ જગ્યાએ ડગલેને પગલે જેની ફરજીયાત જરૂર હોય તેવા આધારકાર્ડ સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે પૂરતી સંખ્યામાં આધારકાર્ડ કેન્દ્રો જ નથી ! જામનગર શહેર જેવા આઠ લાખની વસતિ ધરાવતા મહાનગરમાં આંગળીના વેઢે ગણાય તેટલા આધાર કેન્દ્રો છે. તેમાંય કોમ્પ્યુટર સીસ્ટમો-નેટવર્ક ઠપ્પ થઈ જવા, ધીમે ચાલવાની સમસ્યા કાયમની છે. કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ પણ શિખાઉ હોય છે. પરિણામે જે ગણ્યા ગાંઠ્યા આધારકાર્ડ કેન્દ્રો છે ત્યાં પણ દરરોજ સાવ ઓછી સંખ્યામાં જ લોકોના કામ થઈ શકે છે. સરકાર આધારકાર્ડ કેન્દ્રો શા માટે વધુ ખોલતી નથી? ખરેખર તો દરેક વોર્ડ-વિસ્તારમાં પૂરી આવડતવાળા કર્મચારીઓ અને આધુનિક કોમ્પ્યુટર સીસ્ટમો સાથે આધારકાર્ડ કેન્દ્રો શરૂ કરવાની જરૂર છે. શા માટે આ સમસ્યાના નિરાકરણ માટે અને આમ જનતાને રાહત થાય તે માટે સ્પેશ્યલ બજેટ ફાળવવામાં આવતું નથી. આજના હાઈ-ફાઈ ટેકનીકલ યુગમાં સરકાર ધારે તો દરેક વોર્ડ વિસ્તારમાં આ સેવા ઉપલબ્ધ થઈ શકે તેમ છે.. પણ હાલની સરકારને પ્રજાને પડતી તકલીફો દેખાતી નથી.. માત્ર અન્ય મોટામોટા કરોડોના વિકાસ કામોના જ તાયફા થઈ રહ્યા છે... ખરેખર તો પ્રજાને આધારકાર્ડ જેવો અતિ મહત્ત્વનો અને કાયમી ઉપયોગી દસ્તાવેજ મળે તે માટેનું કામ જ સૌથી મોટું વિકાસ કામ બની રહેશે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh