Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આખું વર્ષ પ્રતિબંધ ચાલુ રાખવાની દિલ્હીને સલાહ
નવી દિલ્હી તા. ૧૩: સુપ્રિમકોર્ટે દિલ્હી સરકારને આખુ વર્ષ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપતા કહ્યું હતું કે, માત્ર દિવાળીની ઉજવણી જ નહીં, લગ્ન, ચૂંટણી કે કોઈપણ પ્રસંગે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર આખા વર્ષ માટે કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ.
પ્રદુષણથી ઘેરાયેલા દિલ્હીમાં દિવાળીની ઉજવણી સમયે ફટાકડા ફોડવાને કારણે સ્થિતિ વધુ કથળી હતી, જેને પગલે પ્રતિબંધનું યોગ્ય રીતે પાલન ના કરાવી શકનારી દિલ્હી પોલીસ તેમજ પોલીસનો સુપ્રિમે ઉધડો લીધો હતો.
અદાલતે દિલ્હી સરકારને પણ આખુ વર્ષ ફટાકડા પર પ્રતિબંધ અંગે વિચારવા માટે કહ્યું હતું. સુપ્રિમે કહ્યું હતું કે અમારા આદેશને માત્ર દિવાળી સમયે ફોડવામાં આવતા ફટાકડા સાથે જ કેમ જોડવામાં આવે છે. કોઈ પણ ધર્મ પ્રદૂષણને વધારવાનું નથી કહેતો. આ લોકોના સ્વાસ્થ્યનો મામલો છે. પ્રદુષણ મુકત જીવન નાગરિકોનો મૌલિક અધિકાર છે. દિલ્હી પોલીસ કમિશનરને પ્રતિબંધનો યોગ્ય રીતે અમલ કરવા તેમજ સ્પેશિયલ સેલ ગઠિત કરવાનો આદેશ આપ્યો હતો.
અદાલતે આખુ વર્ષ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે રાજ્ય સરકારને વિચારવા કહ્યું હતું.જે અંગે ૨૫ નવેમ્બર સુધી કોર્ટને જવાબ આપવામાં આવશે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ અગસ્ટિન જોર્જની બેંચે દિલ્હીમાં વાયુ પ્રદૂષણના મામલાની સુનાવણી કરી હતી, આ દરમિયાન સુપ્રિમે ફરી એક વખત સ્પષ્ટતા કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ મત્ર દિવાળી જ નહીં સાથે સાથે ચૂંટણી પ્રચાર કે ચૂંટણીમાં જીતની ઉજવણી અને લગ્નોમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગવો જોઈએ.
આ સાથે જ સુપ્રિમ કોર્ટે દિલ્હી એનસીઆરની સાથે અન્ય રાજ્યોને પણ ફટાકડાના સંગ્રહ, ભંડાકરણ, વિતરણ વગેરે મુદ્દે પ્રતિબંધ મુકવા અંગે જવાબ આપવા માટે કહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial