Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.પં. પૂર્વ ઉપપ્રમુખ દ્વારા
જામનગર તા. ૧૩: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જુનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રકશન કંપનીને બ્લેક લીસ્ટેડ જાહેર કરવામાં આવી છે. આ કંપનીને જામનગર જિલ્લા પંચાયત દ્વારા કરોડો રૂપિયાના અઢાર જેટલા કામો માટેના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા, પણ આ કંપની દ્વારા અનેક કામો ચાલુ જ થયા નથી અથવા અધુરા રહ્યા છે. આ સંજોગોમાં જિ.પં. ના શાસકપક્ષના કેટલાક વગદાર સભ્યોએ બ્લેક લીસ્ટેડ કંપનીને ચાલુ કામો પૂરા કરી દેવાનો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલ્યો છે, જો કે તે ઠરાવ અંગે રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ દિશા-નિર્દેશ કે આદેશ જિ.પં. ને મળ્યા નથી.
આ દરમ્યાન ભાજપ શાસિત જામનગર તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ નાનજીભાઈ માંડવીયાએ રાજ્યના માર્ગ મકાન વિભાગના સચિવને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જામનગર બાયપાસ-ખીમરાણા-શેખપાટના કામનું રી-ટેન્ડરીંગ કરવા રજુઆત કરી છે.
આ રજુઆતમાં જણાવ્યા પ્રમાણે કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ માં મંજુર કરવામાં આવ્યું હતું. રૂ. ૩.૮૧ કરોડના ખર્ચે આ કામ તા. ૧૫-૭-૨૦૨૧ પહેલા પૂર્ણ કરવાની શરતે સ્વસ્તિક કન્સ્ટ્રકશન નામની કંપનીને આપવામાં આવ્યું હતું.
પણ આજસુધી આ કોન્ટ્રાકટર કંપનીએ કામ શરૂ જ કર્યું નથી. આ રસ્તાનું કામ સાત-સાત વરસથી નહીં થવાથી આસપાસના વિસ્તારોના અંદાજે ત્રીસ હજાર લોકોને રસ્તાની સુવિધાનો લાભ મળ્યો નથી/મળતો નથી. અનેક વખત રજુઆતો કરવા છતાં આ કંપનીએ કામ શરૂ કર્યું નથી.
જામનગર જિલ્લા પંચાયતના કેટલાક વગદાર સભ્યો-વ્યક્તિઓને આર્થિક લાભના પ્રલોભનો આ બ્લેક લીસ્ટેડ કંપની દ્વારા આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ તા.પં. પૂર્વ ઉપપ્રમુખે કરી જણાવ્યું છે કે આ કંપનીના કામો ચાલુ રાખવા દેવાનો ઠરાવ કર્યો છે પણ આ લોકોએ લોકોના મોટા સમૂહને પડી રહેલી મુશ્કેલીને ધ્યાને લીધી નથી. આવી બીન કાર્યક્ષમ કોન્ટ્રાકટર કંપનીને વર્ક ઓર્ડર મળ્યા હોવા છતાં કામ શરૂ કરવામાં આવ્યું નથી.
આ તમામ બાબતોને ધ્યાને લઈને તાકીદની અસરથી સ્વસ્તિક કન્સ્ટ્રકશન કંપનીને મળેલ વર્ક ઓર્ડર રદ કરી આ કામનું રી-ટેન્ડર કરવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial