Advertisement
Author: નોબત સમાચાર

વહેલા વાસી થઈ જતા ખાદ્યપદાર્થો સપ્લાઈ નહીં કરવા ઈ-કોમર્સ કંપનીઓને એફએસએસએઆઈનો નિર્દેશ

એક્સ્પાયરી ડેઈટ નજીક હોય તેવા

નવી દિલ્હી તા. ૧૩: ખાદ્ય પદાર્થોની 'એક્સપાયરી ડેટ'નો નવો નિયમ વહેલા ખરાબ થઈ જતા પદાર્થો નહીં મોકલી શકે. ઈ-કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદો થતા એફએસએસએઆઈ એ કડક નિર્ણય લીધો છે.

ઈ-કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ અનેક ફરિયાદ થયા પછ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 'વહેલા વાસી થતા ખાદ્ય ખોરાકો'ની લઈ નવો નિયમ જાહેર કર્યો છે. એફએસએસએઆઈના નિર્દેશ મુજબ ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વહેલા ખરાબ થઈ જતા ખાદ્ય પદાર્થો નહીં મોકલી શકે. અનેક ફરિયાદો મળ્યા પછી એફએસએસએઆઈએ ખાદ્ય પદાર્થોની 'એક્સપાયરી ડેટ' નિર્ધારિત કરી છે. ઓથોરિટીએ ઈ-કોમર્સ કંપનીઓને કહ્યું છે કે, 'તેઓએ એવી ખાદ્ય ચીજોની સપ્લાય ન કરવી જોઈએ જેની એક્સપાયરી ડેટ નજીક હોય'.

ગ્રાહકોને ડિલિવરી થતા ખાદ્ય પદાર્થોની એક્સપાયરી ડેટ ઓછામાં ઓછી ૪પ દિવસની હોવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ ખાદ્ય પદાર્થ વહેલા ખરાબ થઈ જતા હોય તો તેની શેલ્ફ લાઈફ ઓછામાં ઓછી ૩૦ ટકા હોવી જોઈએ.

ખાદ્ય પદાર્થોની ઓનલાઈન ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ એફએસએસએઆઈને સતત ફરિયાદ મળતી હતી, જેના કારણે ઓથોરિટીએ ખાદ્ય વ્યવસાય કરતી ઈ-કોમર્સ કંપનીઓના સંચાલકોની બેઠક બોલાવી હતી. ઓથવરિટીએ બેઠકમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓને કડક નિર્દેશ આપ્યા છે.

એફએસએસએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી ગંજી કમલા વી રાવે સંચાલકોને એવી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે કે તેઓ ગ્રાહકોને ડિલવરી કરતા ખાદ્ય પદાર્થોના ઓછામાં ઓછા શેલ્ફ લાઈફનું ધ્યાન રાખે. બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઈ-કોમર્સ દ્વારા વેંચવામાં આવતી કોઈપણ પ્રોડક્ટના દાવા પ્રોડક્ટના લેબલ પરની માહિતી મુજબ જ હોવા જોઈએ અને એફએસએસએઆઈના લેબલીંગ અને પ્રદર્શન નિયમોનું પાલન કરવું જોઈએ.

એફએસએસએઆઈ એ ઓનલાઈન પર ખોટા દાવાઓ દેખાડવા મામલે પણ કંપનીઓને ચેતવણી પણ આપી. ઓથવરિટીનું કહેવું છે કે, યોગ્ય ખોટા દાવાઓ દર્શાવવાના કારણે ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાશે તેમજ પ્રોડક્ટના ઉત્પાદનની યોગ્ય માહિતી મેળવવાના ગ્રાહકોના અધિકારની રક્ષા થશે.

એફએસએસએઆઈ એ ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની ભૂમિકા પણ સમજાવી છે. રાવે કહ્યું કે, કોઈપણ એફબીઓ માન્ય એફએસએસએઆઈ લાઈસન્સ અથવા નોંધણી વિના કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કામ કરી શકશે નહીં. તેમણે એફબીઓએસને ખાદ્ય ઉત્પાદનોની સમયસર ડિલિવરી માટે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવાનો નિર્દેશ આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh