Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે ગોલ્ડ લોનના રૂ.૬ લાખ મેળવી બતાવ્યો ઠેગોઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક શખ્સે કેટરીંગનો વ્યવસાય કરતા એક પરપ્રાંતીયને રેલવેનો કોન્ટ્રાક્ટ અપાવી દેવાનું કહી રૂ.૬ લાખ ભરવા કહેતા આ વ્યક્તિએ ગોલ્ડ લોન મેળવી તેના પરથી પ્રાપ્ત થયેલી રકમ ટેન્ડર માટે દોઢેક વર્ષ પહેલા આપી હતી તે પછી ટેન્ડર લીસ્ટમાં તેનું નામ ન આવતા આ વ્યક્તિએ પોતાના પૈસા પરત માંગતા ઠેગો બતાવાયો હતો. આથી ઠગાઈ કરનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૯/૨માં વસવાટ કરતા મૂળ કેરળ રાજ્યના વતની અને કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશ ભાસ્કરન હીરવાને ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જામનગરના મયુરનગર પાસે પ્રજાપતિની વાડી નજીક રહેતા વિજયસિંહ વાળાનો સંપર્ક થયો હતો.
આ વેળાએ રેલવેના એક ટેન્ડર માટે રૂ.૬ લાખની ગોલ્ડ (સોના) લોન કરાવી આપવાનું વિજયસિંહે જણાવ્યું હતું. તે પછી ગોલ્ડ લોન મેળવી સુરેશ ભાસ્કરને તે રકમ ટેન્ડર માટે વિજયસિંહને સોંપી હતી. તેનું ટેન્ડર પ્રસિદ્ધ થયું હતું જેમાં સુરેશ ભાસ્કરનનું નામ આવ્યું ન હતું. તેથી સુરેશે ચૂકવેલી રૂ.૬ લાખની રકમ વિજયસિંહ પાસે પરત માંગી હતી.
તે રકમ દોઢેક વર્ષ સુધી પરત નહીં આપી આ શખ્સે ઠગાઈ કરતા સુરેશે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસી ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ કે.એન. જાડેજાએ ગુન્હો નોંધી આરોપીના બે મોબાઈલ નંબર સહિતની વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial