Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસટીના પૂર્વ સિક્યુરિટી ઓફિસર સામે ભ્રષ્ટાચાર અંગે રજૂઆત

એસીબી વિભાગની વડી કચેરીમાં પહોંચી રાવઃ

જામનગર તા. ૧૩: જામનગરના એસટી વિભાગમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારીએ વાહનચાલકોને દંડ ભરવા માટે અપાયેલા મેમોમાં ચેડા કરી ભ્રષ્ટાચાર આચર્યાની ચોંકાવનારી રજૂઆત લાંચ-રૂશ્વત વિરોધી શાખાની વડી કચેરીમાં કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.

જામનગરના એસટી વિભાગમાં થોડા મહિના પહેલાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા કિશોર એચ. રાદડીયા નામના અધિકારીએ સીઓ ચેકીંગ દરમિયાન કેટલાક વાહનોના દંડના મેમોમાં ફેરફાર કરી દંડની રકમ હળવી કરી આપી મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યાની એસીબીની વડી કચેરીમાં રજૂઆત કરાઈ છે.

આ અધિકારીએ એસટી ડેપો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી એસટીના મુસાફરોને તાણી જનાર ખાનગી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી હતી અને કેટલાક વાહનો ડીટેઈન કર્યા હતા. તે પછી કિશોર રાદડીયાએ જે તે વાહનોને આપેલા મેમોમાં સુધારા કરી અથવા નવા મેમો બનાવી આપી સરકારની તિજોરીમાં જમા કરવાની થતી રકમ ઘટાડી આપી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આ બાબતે નિવૃત્ત પોલીસ અધિકારી ખુમાનસિંહ રાણાએ કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ એક વાહનના માલિકને ભરવાની થતી રૂ.૧ લાખ ૬પ હજારની રકમની જગ્યાએ માત્ર રૂ.૧૦ હજાર કરી આપવામાં આવ્યા હતા. તે બાબતના કેટલાક પુરાવા પણ રજૂઆત સાથે બીડવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજસ્થાનથી યાત્રાળુ બસ લઈને આવેલા એક આસામી પાસે પણ પરેશાની ઉભી કરાયા પછી મોટી રકમ માંગવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરાયો છે. હાલમાં આ અધિકારીની કચ્છ જિલ્લામાં બદલી થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh