Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર દ્વારા રાજકોટ સ્થિત પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીના મેનેજિંગ ડાયરેકટરને રજૂઆત કરવામાં આવી છે કે, તેઓના સંગઠન દ્વારા બે વર્ષ સુધી લેખિત તથા મૌખિક રજૂઆતો કરાયા પછી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડીસ્કોમમાં જે ભાવ વધારો આપવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને એમજીવીસીએલમાં અમારા કરતા ૪૦ ટકા વધારે ભાવ હોય તે મુજબનો ભાવવધારો આપવો જોઈએ. પ્રતિકૂળ વાતાવરણ, અતિવૃષ્ટિ, કુદરતી આપત્તિ વખતે એસો.ના કર્મયોગીઓ પાવર રીસ્ટોરેશન માટે રાત-દિવસ જોયા વગર કામ કરે છે. તેમ છતાં તેઓને ભાવ વધારો કરી આપવામાં આવ્યો નથી તેથી આજથી લાઈન કામ, વ્હીકલ હાયરીંગ, ટીસી રીપ્લેસમેન્ટ, ફેબ્રુીકેશન લોડીંગ-અનલોડીંગ સહિતની કામગીરી બંધ કરી હડતાલ આરંભવામાં આવી છે. જ્યાં સુધી ભાવ વધારો આપવામાં ન આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવા એસોસિએશને હાકલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial